________________
છતાં ચારિત્ર લઇ તેણે તે અપકૃત્યોના ખૂબ પશ્ચાત્તાપ અને ગર્તા કર્યા. પરિણામે તે જ ભવમાં તેના બધા કર્મોનો ક્ષય થયો અને તે મોક્ષમાં ગયો.
કર્મોનું ફળ રસના આધારે મળે છે. વધુ રસવાળા કર્મો તીવ્ર ફળ આપે છે. અલ્પ રસવાળા કર્મો મંદ ફળ આપે છે. શુભકાર્યની અનુમોદનાથી પુણ્યકર્મનો રસ વધવાથી ભાવમાં તેનું તીવ્ર ફળ મળે છે. અશુભકાર્યની અનુમોદનાથી પાપકર્મનો રસ વધવાથી ભાવમાં તેનું તીવ્ર ફળ મળે છે.
અનુમોદનાથી અનુબંધ બંધાય છે. શુભકાર્યની અનુમોદનાથી શુભ અનુબંધ બંધાય છે. તેથી પુણ્યકર્મના ઉદય વખતે બુદ્ધિ મળે છે જે નવા ધર્મ કરવામાં પ્રેરે છે. આમ શુભકાર્ય અને પુણ્યકર્મની પરંપરા ચાલે છે. અશુભકાર્યની અનુમોદનાથી અશુભ અનુબંધ બંધાય છે. તેથી પાપકર્મના ઉદય વખતે દુર્બુદ્ધિ મળે છે જે નવા પાપ કરવામાં પ્રેરે છે. આમ અશુભકાર્યની અને પાપકર્મની પરંપરા ચાલે છે.
ટુંકમાં સાર આટલો છે-શુભકાર્યની અનુમોદના કરવી અને અશુભ કાર્યના પશ્ચાત્તાપ-ગોં કરવા. તેથી પુણ્યકર્મ અનુબંધવાળું બંધાય અને પાપકર્મના અનુબંધ તૂટી જાય.
જ છે
વિકાસ
વિશ્વસંચાલનનો મૂલાધાર હC૧૨૩p