________________
ક્ષય, ઉપશમ અને ક્ષયોપ
ક્ષય :
ફરીથી બંધાય નહી એ રીતે કર્મોનું આત્મા ઉપરથી કાયમ માટે છૂટું પડવું તે કર્મોનો ક્ષય. આત્મા ઉપરથી કર્મો છૂટા પડીને આકાશમાં રહેલા કાર્મણવર્ગણાના પુદ્ગલોમાં ભળી જાય છે. આ પ્રક્રિયા કર્મોનો ક્ષય કહેવાય છે. કર્મોનું અસ્તિત્વ સર્વથા નષ્ટ થઇ શકતું નથી. કર્મો આત્મા ઉપરથી છુટા પડી શકે છે. કર્મોનો ક્ષય થવાથી કર્મોના બંધનમાંથી આત્માનો હંમેશ માટે છૂટકારો
થાય છે. ક્ષય એ permanent relief. આઠે કર્મોનો ક્ષય થાય છે. ઉપશમ : કર્મોને દબાવી દેવા તે ઉપશમ. ઉપશમ થયેલા કર્મો ઉદય,
ઉદીરણાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણને અયોગ્ય બને છે. ઉપશમનો કાળ પૂર્ણ થતા કર્મોના ઉદય વગેરે ફરીથી શરૂ થાય છે. કર્મોનો ઉપશમ થતા તેમના ઉદય વગેરે અટકી જવાથી થોડા સમય માટે જીવને રાહત રહે છે. ઉપશમ એટલે temporary relief. ઉપશમ મોહનીયકર્મનો જ થાય છે. ઉપશમ થયેલા
કર્મોનો પ્રદેશોદય અને વિપાકોદય બન્ને ન હોય. ક્ષયોપશમ : કર્મોના અમુક દલિકોનો ઉદય વડે ક્ષય કરવો અને બાકીના
દલિકોનો ઉપશમ કરવો તે ક્ષયોપશમ. ક્ષયોપશમ ઘાતી કર્મોનો જ થાય છે. ક્ષયોપશમથી આત્માના ગુણો આંશિક રીતે ખુલ્લા થાય છે. ક્ષયોપશમની વધ-ઘટથી ગુણોની પણ વધ-ઘટ થાય છે. ક્ષયોપશમ થયેલા કર્મોનો પ્રદેશોદય હોય પણ વિપાકોદય ન
હોય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મો અનુક્રમે જ્ઞાન, દર્શન, સમ્યકત્વ-ચારિત્ર અને દાન-લાભ વગેરે લબ્ધિ સ્વરૂપ આત્મગુણોને ઢાંકે છે. આ ગુણો આંશિક રીતે પ્રગટ થઇ શકે છે અને એ ગુણોની માત્રામાં વધ-ઘટ થઇ શકે છે. માટે ઘાતી કર્મોનો જ ક્ષયોપશમ થાય છે.
વેદનીય, આયુષ્ય નામ અને ગોત્ર આ ચાર અઘાતી કર્મો અનુક્રમે અવ્યાબાધસુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુપણું સ્વરૂપ આત્મગુણોને
વિશ્વસંચાલનનો મૂલાધાર
(૧૩૧D )