________________
છે આઠ કરણી ,
કર્મો બંધાયા પછી ઉદયમાં આવે ત્યાં સુધીમાં એમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. આત્મા ઉપર કર્મો બંધાવા, તેમાં આ વિવિધ ફેરફારો થવા વગેરેમાં કારણભૂત આત્માની વિશેષ પ્રકારની શક્તિ તે કરણ. આવા આઠ કરણો છે. તે આ પ્રમાણે૧ બંધનકરણ :- જે શક્તિથી કર્મયુગલોનો જીવપ્રદેશોની સાથે લોઢા
અગ્નિની જેમ એકમેક સંબંધ થાય તે બંધનકરણ. બંધનકરણથી આત્મા સાથે બંધાયેલા કર્મપુદ્ગલોમાં પ્રકૃતિ (સ્વભાવ), સ્થિતિ (કાળ), રસ (શક્તિ) અને પ્રદેશ (જથ્થો) નક્કી થાય છે. સંક્રમકરણ - જે શક્તિથી સત્તામાં રહેલા કર્મો તે સમયે બંધાતા કર્મોરૂપે પરિવર્તન પામે (ટ્રાન્સફર થાય) તે સંક્રમકરણ. સંક્રમકરણથી શુભકર્મો અશુભકર્મોરૂપે ટ્રાન્સફર થાય છે અને અશુભકર્મો શુભાકરૂપે ટ્રાન્સફર થાય છે. શુભભાવમાં રહેલો જીવ નવા શુભકર્મો બાંધવાની સાથે જુના અશુભકર્મોને બંધાતા નવા શુભકર્મો રૂપે ટ્રાન્ફર કરે છે. અશુભભાવમાં રહેલો જીવ નવા અશુભકર્મો બાંધવાની સાથે જુના શુભ કર્મોને બંધાતા
નવા અશુભકર્મોરૂપે ટ્રાન્ફર કરે છે. ૩. ઉદ્વર્તનાકરણ :- જે શક્તિથી બંધાતા કર્મોના સત્તામાં રહેલ સ્થિતિ અને
રસ વધે તે ઉદ્વર્તનાકરણ. ઉદ્વર્તનાકરણ વડે ૧૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ ૧૫ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું થઇ શકે છે. ઉદ્વર્તનાકરણ વડે મંદ ફળ આપવાની શક્તિવાળું કર્મ તીવ્ર ફળ આપવાની
શક્તિવાળું થઇ શકે છે. ૪. અપવર્તનાકરણ :- જે શક્તિથી સત્તામાં રહેલા કર્મોના સ્થિતિ અને રસ
ઘટે તે અપવર્તનાકરણ. અપવર્તનાકરણ વડે ૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ ૧૫ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું થઇ શકે છે. અપવર્તનાકરણ વડે તીવ્ર ફળ આપવાની શક્તિવાળુ કર્મ મંદ ફળ આપવાની
શક્તિવાળુ થઇ શકે છે. ૫. ઉદીરણાકરણ - જે શક્તિથી મોડા ઉદયમાં આવનારા કર્મો વહેલા
વિશ્વસંચાલનનો મૂલાધાર
હC૧૧૧ D )