Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 156
________________ * ગોલ્ડન પીરિયડ કોઇક જગ્યાએ ટાઇમબોંબ મૂક્યો છે એવી ખબર પડે એટલે અધિકારી વ્યક્તિઓ ત્યાં આવી તે ટાઇમબોંબમાં મૂકેલો ટાઇમ થાય તે પહેલા તેને defuse કરી નાંખે છે, તેથી તે ટાઇમબોંબ ફાટતો નથી. મહિનાના વેકેશન પછી પરીક્ષા છે એવી વિદ્યાર્થીને ખબર પડે એટલે વેકેશનમાં રમવાને બદલે તે ભણવા બેસી જાય છે. તેથી પરીક્ષામાં તે સારા માર્ક પાસ થઇ જાય છે. કોઇ વ્યક્તિ કોઇ કામ કરવા ખૂબ ઉત્સાહિત અને ખૂબ તૈયારીઓ કરતો હોય તો તે કામ કરે તે પહેલા તેનો ઉત્સાહ તોડી નાખવાથી તે વ્યક્તિ તે કામ કરી શકતો નથી. કલાક પછી પાણી ખૂટી જશે એવો ખ્યાલ આવતા માણસ એ કલાકમાં પાણી ભરવા બેસી જાય છે જેથી પાણી ખૂટે નહી. આ બધા પ્રસંગો એ સૂચવે છે કે ભવિષ્યમાં આવનારી આફત પૂર્વે આપણી પાસે સમય હોય તો એ સમયમાં એ આફતને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઇએ. એ સમયમાં ગાફેલ રહેનારને એ આફતોના કડવા પરિણામો ભોગવવા પડે છે. કર્મો બંધાયા પછી અમુક સમય સુધી ઉદયમાં આવતા નથી. આ સમયને અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ પૂરો થાય એટલે કર્મો ઉદયમાં આવે છે અને પોતાના ફળ જીવને ચખાડે છે. આ અબાધાકાળ એ આપણા માટે ગોલ્ડન પીરિયડ છે. આપણા આત્મા ઉપર અનંતાનંત કર્મો લાગેલા છે. તેમાં આપણને ભવિષ્યમાં નરકમાં મોકલે તેવા કર્મો પણ હોઇ શકે, આપણું અકસ્માતમાં મૃત્યુ થાય તેવા કર્મો પણ હોઇ શકે, આપણને ભયંકર રોગ થાય એવા કર્મો પણ હોઇ શકે, આપણને હલકા કુળમાં જન્મ અપાવે તેવા કર્મો પણ હોઇ શકે, આપણને આંધળા, બહેરા, તોતડા, બોબડા, મુંગા, અપંગ બનાવે તેવા કર્મો પણ હોઇ શકે, આપણને જાનવરની ગતિમાં મોકલે તેવા કર્મો પણ હોઇ શકે, આપણે ભાર ઉંચકવો પડે, માર સહન કરવો પડે, બીજાના કામ કરવા પડે એવા કર્મો પણ હોઇ શકે. આવા અનેક પ્રકારના કર્મો જે ભવિષ્યમાં આપણને દુઃખી વિશ્વસંચાલનનો મૂલાધાર હC૧૩૫ )

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180