________________
અમ
૩) મુનિને મૂળગુણનો નાશ થતા પ્રાયશ્ચિત્તરૂપે પૂર્વપર્યાયનો છેદ
કરી ફરી વ્રતોનું આરોપણ કરાય ત્યારે તેમને આ ચારિત્ર હોય છે. (૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર – પરિહાર એટલે વિશેષ પ્રકારનો તપ. તેનાથી
વિશુદ્ધિ જે ચારિત્રમાં હોય તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર. તેમાં એકસાથે નવનો સમુદાય હોય. ૪ નિર્વિશમાનક-તપ કરનારા સાધુ, ૪ અનુચારક-સેવા કરનારા સાધુ અને ૧ વાચનાચાર્ય-વાચના આપનાર સાધુ. તેમનો તપ આ મુજબ હોય છેઋતુ | જઘન્ય તપ | મધ્યમ તાપ ઉત્કૃષ્ટ તપ ઉનાળો | ચોથ (૧ ઉપવાસ)| છઠ્ઠ અટ્ટમ શિયાળો | છઠ્ઠ
| દશમ (૪ ઉપવાસ) ચોમાસુ | અટ્ટમ
દશમ દ્વાદશ (૫ ઉપવાસ) પારણે અભિગ્રહપૂર્વક આયંબિલ કરવાનું. અનુચારક રોજ આયંબિલ કરે.
આ રીતે છ મહિના કરવાનું. પછી સેવા કરનારા તપ કરે, તપ કરનારા સેવા કરે અને વાચનાચાર્ય વાચના આપે. આમ ફરી છ મહિના કરવાનું. પછી વાચનાચાર્ય તપ કરે, એક સાધુ વાચનાચાર્ય થાય, બાકીના સેવા કરે, આમ અઢાર મહિને આ ચારિત્ર પૂર્ણ થાય છે. ત્યાર પછી ફરીથી પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારે અથવા જિનકલ્પી થાય અથવા ગચ્છમાં પ્રવેશ કરે. ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રમાં આ ચારિત્ર હોય છે. મહાવિદેહક્ષેત્રમાં આ ચારિત્ર ન હોય. પહેલા સંઘયણવાળા અને પૂર્વધર લબ્ધિવાળાને આ ચારિત્ર હોય છે. સ્ત્રીને આ ચારિત્ર ન હોય. (૪) સૂમસંપરા ચારિત્ર – અત્યંત સૂક્ષ્મ લોભ કષાયનો જ ઉદય જે
ચારિત્રમાં હોય તે સૂક્ષ્મસંપરા ચારિત્ર. અહીં ક્રોધ, માન, માયાનો
ઉદય હોતો નથી. (૫) યથાખ્યાત ચારિત્ર - એક પણ અતિચાર વિનાનું શુદ્ધ ચારિત્ર. અહીં
મોહનીય કર્મનો સર્વથા અનુદય હોવાથી સંપૂર્ણ વીતરાગભાવ હોય
૫૭ પ્રકારના સંવરોથી આત્મામાં કર્મો આવતા અટકે છે. આનાથી વિપરીત આચરણ કરવાથી આત્મામાં કર્મો આવે છે. માટે આત્મામાં કર્મોને આવતા અટકાવવા પ્રયત્નશીલ બનવું. વિશ્વસંચાલનનો મૂલાધાર ૭ )