________________
કર્મ પૂરું થતા જીવને જુનો ભાવ છોડી નવા આયુષ્યકર્મવાળો નવો ભવ લેવો પડે છે. આનું જ નામ મરણ. કર્મવાદને સમજેલો મરણની આ વ્યાખ્યાને બરાબર સમજે છે. તેથી તે મરણથી ડરતો નથી. તેને મરણનું દુઃખ પણ નથી લાગતું. ઊલટું, મરણ વખતે “નવો ભવ મળશે અને વધુ સારી આરાધના થશે” એમ વિચારી તે આનંદ પામે છે. અન્ય જીવો મરણને દૂર કરવાના પ્રયત્નો કરે છે. કર્મવાદ સમજેલો જાણે છે કે, “મરણનું કારણ જન્મ છે અને જન્મનું કારણ કર્મ છે. માટે જો મરણ ન જોઇતું હોય તો જન્મ ન લેવો જોઇએ અને જન્મ ન લેવો હોય તો કર્મોને સંપૂર્ણ રીતે દૂર કરવા જોઇએ. મરણ વખતે કર્મો બાકી હોય છે માટે જ જીવને જન્મ લેવો પડે છે. જન્મ થયો હોવાથી તેણે મરવું પણ પડે છે. જો મરણ પૂર્વે બધા કર્મો ખપી જાય તો જીવને નવો જન્મ લેવો પડતો નથી. તે કાયમ માટે મોક્ષે જાય છે. તેથી તે મરણને નિવારવાને બદલે કર્મને જ નિવારવાના ઉપાયો કરે છે. ટુંકમાં કર્મવાદને સમજવાથી અને જીવનમાં ઉતારવાથી જીવ
સુખમાં લીન થતો નથી, ૨. દુઃખમાં દીન થતો નથી, ૩. પ્રતિકૂળ આચરનાર ઉપર દ્વેષ કરતો નથી, ૪. અનુકૂળ આચરનાર ઉપર રાગ કરતો નથી,
હંમેશા સમતામાં રહે છે, ૬. પાપથી અટકે છે. ૭. ધર્મમાં ઉદ્યમ કરે છે, ૮. ગુસ્સો કરતો નથી, ૯. દેવ ચુકતે થાય છે એમ સમજી પ્રતિકૂળતાઓને સહર્ષ સહન કરે છે, ૧૦. જીવન જીવવાની કળા શીખી જાય છે, ૧૧. સંસાર પ્રત્યે વૈરાગ્યવાળો થાય છે, ૧૨. મરણથી ડરતો નથી.
કર્મવાદ સમજવાથી આવા અનેક લાભો થાય છે. માટે કર્મવાદને સમજવા અને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ બનવું.
આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞાવિરૂદ્ધ કંઇ પણ લખાયું હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું.
જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ જગતના સર્વ જીવો સુખી થાઓ..
T૧૫૮D) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન....
ર જ