________________
- કર્મના ભેદ-પ્રભેદ, કર્મના મુખ્ય આઠ ભેદ છે અને ૧૫૮ ઉત્તરભેદ છે. તે આ પ્રમાણે(૧) જ્ઞાનાવરણ કર્મ ઃ વસ્તુનો વિશેષ બોધ તે જ્ઞાન. જ્ઞાનને ઢાંકે તે જ્ઞાનાવરણ
કર્મ. તે આત્માના અનંતજ્ઞાન ગુણને ઢાંકે છે. તે આંખે પાટા બાંધવા જેવું છે. આંખે પાટા બાંધ્યા પછી દેખાતું નથી. તેમ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી જીવને જ્ઞાન થતું નથી. તેના પાંચ ઉત્તરભેદ છે. તે આ પ્રમાણે(i) મતિજ્ઞાનાવરણ કર્મ યોગ્ય ક્ષેત્રમાં રહેલી વસ્તુનું પાંચ ઇન્દ્રિયો
અને મનથી થતું જ્ઞાન તે મતિજ્ઞાન. મતિજ્ઞાનને ઢાંકે તે મતિજ્ઞાનાવરણ
કર્મ.
(ii) શ્રુતજ્ઞાનાવરણ કર્મ :- શબ્દ સાંભળતા, બોલતા, જોતા અને પાંચ
ઇન્દ્રિયો તથા મનથી થતું અક્ષરના આલંબનપૂર્વકનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
શ્રુતજ્ઞાનને ઢાંકે તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ. (i) અવધિજ્ઞાનાવરણ કર્મ – અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થોનું
ઇન્દ્રિયો વિના સાક્ષાત્ આત્મા દ્વારા થતું જ્ઞાન તે અવધિજ્ઞાન.
અવધિજ્ઞાનને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણ કર્મ. (iv) મન:પર્યવજ્ઞાનાવરણ કર્મ - અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય
જીવોના મનના ભાવોને જણાવનારું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. મનઃ
પર્યવજ્ઞાનને ઢાંકે તે મન:પર્યવજ્ઞાનાવરણ કર્મ. () કેવળજ્ઞાનાવરણ કર્મ - લોકાલોકના બધા દ્રવ્યોના ત્રણે કાળના
બધા પર્યાયોનું (અવસ્થાઓ-વિશેષતાઓનું) એક સમયે એક સાથે
થતું જ્ઞાન તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાનને ઢાંકે તે કેવળજ્ઞાનાવરણ કર્મ. ૨) દર્શનાવરણ કર્મ વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન. દર્શનને ઢાંકે તે દર્શનાવરણ
કર્મ. તે આત્માના અનંતદર્શન ગુણને ઢાંકે છે. તે દ્વારપાળ જેવું છે. દ્વારપાળ બહારના માણસને રાજાના દર્શન કરવા દેતો નથી. તેમ દર્શનાવરણ કર્મ જીવન દર્શન (સામાન્ય બોધ) કરવા દેતું નથી. તેના નવ ઉત્તરભેદ છે. તે આ પ્રમાણે :(i) ચક્ષુદર્શનાવરણ કર્મ :- આંખથી થતો વસ્તુનો સામાન્ય બોધ તે ચક્ષુદર્શન ચક્ષુદર્શનને ઢાંકે તે ચક્ષુદર્શનાવરણ કર્મ.
e ૨૦ઝર્જી) જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન....