Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 160
________________ કર્મતો Accurate ન્યાય દુનિયામાં કદાચ એવું બને કે કોઇ માણસે સારૂ કામ કર્યું હોય અને તેની કોઇએ નોંધ લીધી ન હોય, કોઇ તેના માટે બે-ચાર સારા શબ્દો ન બોલ્યું હોય, કોઇએ તેનું સન્માન ન કર્યું હોય. દુનિયામાં કદાચ એવું ય બને કે કોઇ માણસ કોઇ અપરાધ કરીને આબાદ છટકી જાય, કોઇને ખબર પણ ન પડે, કોઇ તેને પકડી પણ ન શકે. પણ કર્મના કોમ્પ્યુટરમાં નાનામાં નાના શુભ કાર્યની પણ નોંધ થઇ જાય છે અને નાનામાં નાના અશુભ કાર્યની પણ નોંધ થઇ જાય છે. શુભકાર્યની નોંધ પુણ્યકર્મરૂપે થાય છે અને અશુભ કાર્યની નોંધ પાપકર્મરૂપે થાય છે. નોંધાયેલા તે પુણ્યકર્મ અને પાપકર્મનું અવશ્ય ફળ મળે છે, તેમાંથી કોઇ છટકી શકતું નથી. હા, એ ફળ ક્યારેક વહેલું મળે અને ક્યારેક મોડું મળે, ક્યારેક આ ભવમાં મળે અને ક્યારેક પરભવમાં મળે. દુનિયાના ન્યાયમાં કદાચ અંધેર હોઇ શકે પણ કર્મનો ન્યાય તો એકદમ accurate છે અને એકદમ perfect છે. સારૂ કાર્ય કરનારની કદાચ દુનિયામાં નોંધ ન લેવાય અને સન્માનપ્રશંસા ન થાય પણ એ સારા કાર્યના પ્રભાવે એને પુણ્ય તો બંધાઇ જ જાય છે અને એ પુણ્ય ભવિષ્યમાં અવશ્ય એ જીવને એનું ફળ આપે છે. ખરાબ કાર્ય કરનાર કદાચ દુનિયામાં છટકી જાય અને કોઇની નજરમાં ન આવે પણ એ ખરાબ કાર્યથી એને પાપ તો બંધાઇ જ જાય છે અને એ પાપ ભવિષ્યમાં અવશ્ય એ જીવને એનું ફળ આપે છે. દુનિયામાં કદાચ સારા કે ખરાબ કાર્યનું ઓછુ-વત્તુ ફળ મળે એવું બને પણ કર્મના ન્યાયમાં એ સારૂ કે ખરાબ કાર્ય જે સંયોગોમાં જે ભાવથી થયું હોય તેને અનુરૂપ પુણ્યકર્મ અને પાપકર્મ તે વ્યક્તિને અવશ્ય બંધાઇ જાય છે અને તેને યોગ્ય સમયે યોગ્ય ફળ મળે જ છે. પ્રભુ વીરનો જીવ સમ્યક્ત્વ પામ્યા પછીના ત્રીજા ભવમાં ભરત ચક્રવર્તીનો મરીચી નામનો પુત્ર હતો. એકવાર ભરત ચક્રીએ ૠષભદેવપ્રભુને પૂછ્યું, ‘આ સભામાં ભાવીમાં તીર્થંક૨ થનારો કોઇ જીવ છે ?' પ્રભુએ જવાબ આપ્યો, ‘મરીચી નામનો તારો પુત્ર આ ચોવીશીમાં ચોવીશમો તીર્થંકર થશે. તે આ વિશ્વસંચાલનનો મૂલાધાર ૧૩૯

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180