________________
અવસર્પિણીમાં પહેલો વાસુદેવ અને મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી પણ થશે.” એ વખતે મરીચીએ ત્રિદંડિકનો વેષ સ્વીકાર્યો હતો. ભરતચક્રીએ જઇને મરીચીને વંદન કર્યા અને પ્રભુની વાત જણાવી. એ સાંભળી મરીચીને અભિમાન આવ્યું. તેણે કુળનો મદ કર્યો. તેનાથી તેણે નીચગોત્રકર્મ બાંધ્યું. ૨૭મા પ્રભુ વીરના ભવ સુધીમાં તે જીવ તે નીચગોત્ર કર્મના પ્રભાવે ઘણીવાર બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો. છેલ્લા ભવમાં એ કર્મ ૮૨ દિવસ જેટલું બાકી રહ્યું.
એક ગામમાં એક પરિવાર રહેતો હતો. એકવાર જેઠાણીએ દેરાણીની રત્નની ડબ્બી લઇને સંતાડી દીધી. દેરાણીએ ઘણી શોધખોળ કરી. અંતે જેઠાણી પાસેથી ડબ્બી મળી. ત્યારે દેરાણીએ જેઠાણીને શાપ આપ્યો, ‘તારૂ સંતાન મારૂં થજો'. જેઠાણીએ રત્નની ડબ્બી ચોરીને અશુભ કર્મ બાંધ્યું. બીજા ભવમાં જેઠાણી દેવાનંદા બ્રાહ્મણી થઇ અને દેરાણી ત્રિશલા રાણી થઈ. વીરપ્રભુનો જીવ બાકી રહેલા નીચગોત્ર કર્મના પ્રભાવે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ૮૨ દિવસ પૂરા થતા નીચગોત્રકર્મ પૂરું થયું. પ્રભુ વીરનો જીવ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયો છે એવું અવધિજ્ઞાનથી જોઇને ઇન્દ્રમહારાજાએ હરિપ્લેગમેથી દેવ પાસે પ્રભુના જીવનું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ત્રિશલારાણીની કુક્ષિમાં સંક્રમણ કરાવ્યું. એ વખતે દેવાનંદા બ્રાહ્મણીએ પૂર્વભવમાં બાંધેલ અશુભ કર્મ ઉદયમાં આવ્યું. તેથી તેના સંતાનનું સંહરણ થયું.
આમ વીરપ્રભુના નીચગોત્રકર્મનો ઉદય પૂરો થયો અને દેવાનંદા બ્રાહ્મણીના અશુભકર્મનો ઉદય શરૂ થયો. આ બન્ને એક સાથે થયા. તેથી પ્રભુનું સંહરણ થયું.
આ પ્રસંગ બતાવે છે કે જગતમાં બનનારા પ્રસંગોમાં કોઇકના કર્મનો ઉદય પૂરો થાય છે અને કોઇકના કર્મનો ઉદય શરૂ થાય છે. દરેકને પોતાના કર્મના ફળ અવશ્ય મળે. કર્મો બધું એવી રીતે ગોઠવી દે છે કે દરેકને પોતાના સારા-ખરાબ કામોનું ફળ બરાબર મળી જાય છે. કર્મો કોઇને છોડતા નથી. તીર્થકરના જીવે ભૂલ કરી તો કર્મે તેમને પણ સજા કરી. કર્મના ન્યાયમાં કોઇ પક્ષપાત નથી. કર્મ કોઇના સગા થતા નથી. કર્મ દરેક જીવને તેના કાર્યોનું ફળ આપે જ છે. બાહ્ય જગતમાં જીવ નાનો હોય કે મોટો હોય એનાથી કર્મને કશો ફરક પડતો નથી. સારા કાર્ય કરનારને એ ઇનામ પણ આપે છે અને ખરાબ
૧૪
) જેન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન