________________
(i) સેવાર્ત સંઘયણઃ જે હાડકાની રચનામાં બે હાડકા માત્ર સ્પર્શેલા હોય
તે. આ સંઘયણવાળાને વારંવાર સેવાની જરૂર પડે. સંઘયણ છ પ્રકારના હોવાથી સંઘયણ નામકર્મ પણ છ પ્રકારના છે. તે આ પ્રમાણે(a) વજ8ષભનારાચસંઘયણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવના
શરીરમાં વજઝ8ષભનારાચસંઘયણ મળે તે. (b) અષભનારાચસંઘયણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવના
શરીરમાં ઋષભનારાચસંઘયણ મળે તે. (c) નારાચસંઘયણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવના શરીરમાં
નારાચસંઘયણ મળે તે. (d) અર્ધનારાચસંઘયણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવના શરીરમાં
અર્ધનારાચસંઘયણ મળે તે. (e) કલિકાસંઘયણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવના શરીરમાં
કલિકાસંઘયણ મળે તે. (1) સેવાર્તસંઘયણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવના શરીરમાં
સેવાર્તસંઘયણ મળે તે. ૮) સંસ્થાન નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે સંસ્થાન મળે
તે. સંસ્થાન એટલે શરીરની વિશેષ પ્રકારની આકૃતિ. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે(a) સમચતુરઐસંસ્થાન – જે શરીરની રચનામાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા
ઉત્તમ પુરૂષના લક્ષણ અને પ્રમાણથી યુક્ત શરીર હોય અને જેમાં (a) જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર. (b) ડાબા ઢીંચણથી જમણા ખભાનું અંતર. (C) બે ઢીંચણનું અંતર
(4) મસ્તક અને પલાઠીનું અંતર આ ચારે અંતર સરખા હોય તે. (b) ન્યગ્રોધ સંસ્થાન – ન્યગ્રોધ એટલે વડનું ઝાડ. જે શરીરરચનામાં
વડના ઝાડની જેમ નાભિની ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત હોય અને નીચેનો ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત ન હોય તે.
જ ૩૨જી ) જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન....