________________
પ્રદેશબંધ-આ ચારે એક સાથે થાય છે.
(૧) પ્રકૃતિબંધ - કર્મના જુદા જુદા સ્વભાવ પ્રમાણે તેમના મૂળભેદ ૮ છે અને ઉત્તરભેદ ૧૫૮ છે. તેમનું સ્વરૂપ પૂર્વ વિસ્તારથી બતાવ્યું છે.
(૨) સ્થિતિબંધ – સ્થિતિબંધ બે પ્રકારે છે – (૧) મૂળપ્રકૃતિનો સ્થિતિબંધ અને (૨) ઉત્તર પ્રકૃતિનો સ્થિતિબંધ. આ બન્નેના પણ બે-બે પ્રકાર છે(૧) મૂળપ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ. (૨) મૂળપ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૩) ઉત્તપ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ. (૪) ઉત્તરપ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. જઘન્ય એટલે ઓછામાં ઓછો. ઉત્કૃષ્ટ એટલે વધુમાં વધુ.
સ્થિતિબંધ સમજવા કાળના કેટલાક માપ સમજવા જરૂરી છે. તે આ પ્રમાણે
(૧) પલ્યોપમઃ ૮ જવ = ૧ અંગુલ, ૧૨ અંગુલ = ૧ વેંત, ૨ વેંત = ૧ હાથ, ૪ હાથ = ૧ ધનુષ્ય, ૨૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ, ૪ ગાઉ = ૧ યોજન.
આવા એક યોજન ઊંડા, એક યોજન લાંબા અને એક યોજન પહોળા વર્તુળાકાર કુવાને યુગલિક મનુષ્યના એક વાળના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા અસંખ્ય ટુકડા કરીને ઠાંસી ઠાંસીને ભરવો. તેમાંથી દર સો વર્ષે એક-એક ટુકડો બહાર કાઢતા આખો કૂવો ખાલી થતાં જે સમય લાગે તે ૧ પલ્યોપમ છે.
(૨) સાગરોપમ – ૧૦ x ૧ કરોડ x ૧ કરોડ x ૧ પલ્યોપમ = ૧ સાગરોપમ. અથવા ૧૦ કરોડ પલ્યોપમ x ૧ કરોડ પલ્યોપમ = ૧ સાગરોપમ.
(૩) કોડાકોડી સાગરોપમ – ૧ કરોડ x ૧ કરોડ x ૧ સાગરોપમ = ૧ કોડાકોડી સાગરોપમ.
(૪) પૂર્વ – ૭૦, ૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ. એટલે કે ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષ અથવા ૮૪ લાખ વર્ષ x ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વ.
(૫) મુહૂર્ત – અસંખ્ય સમય = ૧ આવલિકા, ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લકભવ, ૬૫,૫૩૬ ક્ષુલ્લકભવ = ૧ મુહૂર્ત, ૪૮ મીનિટ = ૧ મુહૂર્ત, ૨ ઘડી = ૧ મુહૂર્ત.
(૬) અંતર્મુહૂર્ત - અંતર્મુહૂર્ત એટલે નવ સમયથી ઉપર અને એક મુહૂર્તની અંદરનો સમય.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૪૯ D )