________________
સર્ગઃ ૧ ]
[૧૫ પણ આપની સેવાથી દૂર રહેવા તૈયાર નથી, આ પ્રમાણે બોલતે ગાંગેય આંસુઓથી નેત્રને ભીંજવતે માતાના ચરણને પ્રક્ષાલન કરવા લાગે, માતાએ પુત્રને પગમાંથી ઉઠાડીને આંસુ લુછતા લુછતાં કહ્યું કે હું અહીં રહીને પણ તારી જ માતા છું. હું તારી આ કાયરતા, મેહધપણું છેડી દે, હે પુત્ર ! તું તારા પિતાને સહાયક બન, પિતાની વૃદ્ધાવસ્થામાં પુત્ર બધે ભાર વહન કરે છે. તારા પિતાનું વાત્સલ્ય તારા ઉપર એટલું વિશિષ્ટ હશે કે તું મને પણ ભૂલી જઈશ, એ પ્રમાણે અનેક યુક્તિપ્રયુક્તિઓ વડે માતાના સમજાવવાથી ગાંગેય પિતાની સાથે જવા માટે તૈયાર થયો. “ગંગા'ની રજા લઈને રાજા શાન્તનુ પિતાના પુત્ર “ગાંગેય” સહિત ધજાપતાકાથી શણગારેલા હસ્તિનાપુર નગરમાં આવ્યા.
પુત્ર અથવા ગ્ય શિષ્યને પિતા કે ગુરૂ ગ્યપદ આપે છે. તેવી રીતે શાન્તનુ રાજાએ પુત્ર ગાંગેયને યુવરાજ પદવીથી વિભૂષિત કર્યો, ગાંગેયે શત્રુઓ ઉપર જીત મેળવીને વિશાળ રાજ્ય ઉપર પિતાને અધિકાર જમાવ્યું. વિનીત પુત્ર દ્વારા ચિંતા રહિત શાન્તનુ રાજા નિર્વિઘ્નપણે ભૂતળ ઉપર ફરવા લાગ્યા.
એક વખત યમુના કિનારે શાન્તનુ રાજા ફરતા હતા, તે વખતે નાવમાં બેઠેલી એક કન્યાને જોઈ રાજા કામાતુર બન્ય, તે કન્યાને પરિચય પૂછો, તેણીએ કહ્યું કે કાલિન્દી તીરવાસી ‘નાવિક શ્રેષ્ઠ'ની હું કન્યા છું.