________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ પહેલા.
૯
આણ્યો. ત્રણ દિવસમાં તેની અજેય પતાકા પડાવી લીધી અને ચતુર્થ દિવસે પેાતાની કુળદેવીનુ સ્મરણ કરી તેની સહાયથી લાખાને સ્વધામ પહોંચાડયા. આથી સતાબ ન પામતાં મૂળરાજે રણભૂમિપર પડેલા લાખાની દાઢીના પવનથી હાલતા વાળને અપમાનપૂર્વક પગથી સ્પર્શ કર્યો. તે જોઇ પતિવ્રતાના ઉગ્રવ્રતમાં એકનિષ્ટ લાખાની માતાએ શ્રાપ દીધા કે, “ તું અને તારા વંશજો લૂતા (કાઢ ) રાગથી નાશ પામજો. ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળરાજે ૫૫ વર્ષ નિષ્કંટકપણે રાજ્ય કર્યું. એક દિવસ સંધ્યાની આરતી થયાપછી તે બેઠા હતા, તેવામાં એક અનુચરે આવી રાજાએ ચુકેલા તાંબૂલમાં કીડા બતાવ્યા, તે જોઇ મૂળરાજે ગજાદિકનું દાન દેઈ સન્યાસ ગ્રહણ કર્યા અને અઢાર પહેારે જમણા પગના અંગુઠામાં પેાતાના હાથે અગ્નિ પ્રદીપ્ત કરી સ્વર્ગલોક પહોંચ્યા.
તેના પછી ચામુંડરાજે ૧૩ વર્ષ પૃથ્વીનું પાલન કર્યું અને તેના પુત્ર વલ્લભરાજે ગાદીપર બેઠા પછી માત્ર છ માસ તેનું સુખ ભાગવ્યું. તેની પાછળ તેને લઘુ બધુ દુર્લભરાજ ૧૧ વર્ષે ૬ માસ રાજ્યઋદ્ધિ ભાગવી વૈરાગ્ય આવવાથી પાતાના ભત્રિજા ભીમદેવને રાજ્ય સોંપી યાત્રા કરવા નિકળી પડયા. ફરતાં ફરતાં માળવે જઇ પહેાંચ્યા. ત્યાં મુજરાજે તેને રાજચિન્હના ત્યાગ અગર યુદ્ધ એમાંથી એક કબૂલ કરવાની ફરજ પાડી. યુદ્ધ કરવાથી ધર્મમાં અંતરાય થશે, એમ વિચારી દુર્લભરાજે શાંત વૃત્તિથી ભગવાં કપડાં ધારણ કર્યા. આ બનાવની ભીમદેવને ખબર પડતાં ગુજરાત અને માળવા વચ્ચેના વિરાધનુ' ખી રાપાયું,
ૐ .
ભીમદેવને બે રાણીઓ હતી. તેમાંની પટ્ટરાણી બકુલદેવીએ ક્ષેમરાજને અને બીજી ઉદયમતીએ કર્ણદેવને અનુક્રમે જન્મ આપ્યું. તે બે રાજકુમારી રામલક્ષણનીપેરે પરસ્પર પ્રીતિભાવ રાખતા હતા. કાઇએક પ્રસંગે ભીમદેવે કણની માતાઉપર પ્રસન્ન
For Private and Personal Use Only