________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
એમ વિચારી સામંતસિંહે પિતાની બેન લીલાદેવીને રાજવેરે મેટા આગ્રહથી પરણાવી. શેડો વખત વીત્યા પછી લીલાદેવીને ગર્ભ રહ્યો; પણ એટલામાં તેણીનું અકાળ મૃત્યુ થયું. ત્યારે પ્રધાનેએ બાહોશીથી તેનું ઉદર ચીરાવી બાળકને બહાર કાઢો અને તે વખત મૂળનક્ષત્ર હોવાથી તેને “મૂળરાજ” એવું નામ આપ્યું. મૂળરાજના જન્મથી રાજયાદિકની વૃદ્ધિ થવા લાગી. સામંતસિંહે એક દિવસ દારૂના ઘેનમાં મૂળરાજને ગાદીઉપર બેસાડયો અને શુદ્ધિ આવતાં ઉઠાડી મૂક્યું. આ વખતે ચાવડાઓની હાંસી થઈ કહેવત ચાલી કે, “ભાઈ ! એતો ચાવડાઓનું દાન છે.” ફરીથી જયારે તે મદાંધ સામંતસિંહે મૂળરાજને રાજ્યસન પર બેસાડ્યા ત્યારે મૂળરાજે ગામે ગાંડે છે, એમ કહીં મારી નાખે, અને પિતે વિક્રમ સંવત ૯૯૮ થી રામ કરવા લાગ્યો. તે અતુલ બળવાન અને પરાક્રમી હતું. તે ક્ષિતિપતિએ પોતાના પ્રતાપથી તમામ સરહદ પરના રાજાઓને વશ કર્યા, તથા કચ્છના લાખા નૃપને પરાજય કર્યો, તેનું કિંચિત્ ખ્યાન આ સ્થળે આપુ છું.
કચ્છ દેશમાં પરમારવંશને કીર્તિરાજ નામે રાજા રાજય કરતા હતા. તેની કુંવરી કામલતા એક દિવસ બાલ્યાવસ્થામાં રાત્રે કઈ ભુવનમાં પિતાની સખીઓ સાથે વરવહુની રમત રમતી હતી. તે વખતે સ્તંભના ઓથે અંધારામાં લપાઈ રહેલા ફુલ્લડ નામના કઈ પશુપતિને તંભની ભ્રાંતિથી “આ મારો વર” એમ કહી તે બાળ રમતના ઉમંગમાં બાઝી પડી; તેથી પેલે પશુપતિ ચમકીને હાલી ઉઠયે. તેને કુંવરીએ નજરમાં ઘાલી મૂક્યું. પછી વર્ષોતરે તેને વિવાહગ્ય જાણી સુજ્ઞ અને કુલીન વરે દેખાડવામાં આવ્યા. તે સર્વને અનાદર કરી તે પતિવ્રતા બાળા તે પશુપતિનેજ વરી. પરસ્પર પ્રેમ રાખનાર તે દંપતીથી કાળાંતરે લાખા નામને તેજસ્વી પુત્ર પેદા થે. તે કતિરાજના પછી કેઈથી છતાય નહીં એ કરછને અધિપતિ થે. તેણે અગીઆરવાર મૂળરાજના સૈન્યને ત્રાસ પમાડી હઠાવી મૂક્યું પરંતુ એક વખત મૂળરાજે લાગ જોઈ તેને કપિલકેટમાં ઘેરી લઈ દંયુપર
For Private and Personal Use Only