________________
શક્તિથી પ્રારંભિક અવસ્થામાં જ સુંદર સ્તવને, સ્તુતિઓ, અનુવાદે, વૈરાગ્યશતક, દષ્ટાન્તાવલિ જેવા સુંદરસાહિત્યની રચના કરી. જે રચના આજ પણ અનેક ભવ્યાત્માઓને કંઠે રમી રહી છે. સંયમની નિર્મળ આરાધના અને યોગ્યતાને કારણે સં. ૧૯૮૫માં પૂજ્યપાદ ગુરુ મહારાજશ્રીએ તેઓશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સંવત્ ૧૯૧ માં ઉપાધ્યાયપદ અને સંવત્ ૧૯૯૨ માં આચાર્યપદ જેવા મહાન પદનું પણ પ્રદાન પૂજ્યપાદ ગુરુ મહારાજશ્રીના વરદ હસ્તે થયું.
જૈન શાસનના ઉજજ્વળ કાર્યો-ઉપધાન, પ્રતિષ્ઠા, સંઘ, દીક્ષા, પદપ્રદાન, ઉજમણાં, શાસ્ત્રાધ્યયન, અધ્યાપન આદિ તેઓશ્રીને શુભ હસ્તે દિનાનુદિન ચઢતી કળાએ થતા જ રહ્યા છે. દાલતનગરનો ભવ્ય ધાર્મિક ઈતિહાસ તેઓશ્રીને આભારી છેતેઓશ્રીની પુણ્યપ્રભાનું પરિણામ છે.
તેઓશ્રીને વિશાળ શિષ્ય પરિવાર આ પ્રમાણે છે:૧ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામસૂરિજી મહારાજ
૨ પૂજ્ય પંન્યાસજી શ્રી દેવવિજયજી ગણિવર્ય * ૩ પૂજ્ય પંન્યાસજી શ્રી પુણ્યવિજયજી ગણિવર્ય
૪ પૂજ્ય પંન્યાસજી શ્રી પરમપ્રભ વિજયજી ગણિવર્ય ૫ પૂજ્ય મુનિરાજ શ્રી ખાંતિવિજયજી મહારાજ ૬ પૂજ્ય મુનિરાજ શ્રી શશિપ્રવિજયજી મહારાજ ક ૭ પૂજ્ય મુનિરાજ શ્રી સંયમવિજયજી મહારાજ
૮ પૂજ્ય મુનિરાજ શ્રી પ્રવીણવિજયજી મહારાજ ( ૯ પૂજ્ય મુનિરાજ શ્રી દાનવિજયજી મહારાજ | (આ નવ શિષ્ય તેઓશ્રીજીનાં પિતાનાં છે.)