________________ સવ જ્ઞ સિદ્ધિ આસ્તિક ગણાતા સો કેઈએ પોતાની નરી આંખે જે પદાર્થો ન દેખાતા હોય તેવા અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાન માટે આગમ પ્રમાણને માન્યા સિવાય છૂટકો જ નથી. અને એ આગમરૂપ પ્રમાણુ ત્યારે જ પ્રમાણભૂત થાય જ્યારે તેનું પ્રતિપાદ નકરનાર-વક્તા સકલ પદાર્થના જ્ઞાતા સવજ્ઞ પુરૂષ છે એમ સિદ્ધ થાય. જેઓના રાગ-દ્વેષ અને અજ્ઞાનાદિ દોષે સર્વથા નાશ પામ્યા છે તેએાજ સર્વજ્ઞ કહેવાય છે અને તેઓએ કહેલું વચન જ પ્રામાણિક ગણાય છે. આથી સૌ કેઈએ સર્વજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ જાણવું ઘણું જરૂરી છે. પ્રસ્તુત ગ્રંથરત્નમાં મહાવિદ્વાન આચાર્ય મહારાજશ્રીએ પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ અને અર્થપત્તિ એ પાંચે પ્રમાણોથી વાદીએ જણાવેલ સવજ્ઞાભાવનું ખંડન કરી અનેક યુક્તિ-પ્રમાણુ અને તક દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ કરવા પૂર્વક સર્વજ્ઞનું સચોટ સ્વરૂપ દર્શાવ્યું છે, જે ઘણું જ મનન કરવા ગ્ય છે.