________________
૧૦૩
(૪૮) ગુણદોષના નિશ્ચયવિષયમાં દષ્ટ અર્થ અને અદષ્ટ અર્થ વિષયક બેધજનક સવિશેષણ આખ્યાતરૂપ વાક્ય જેઓને લિંગ-ગમક છે તે વક્તા કહેવાય છે. જે પ્રકારે પ્રાસાદાદિના નિર્માણવિષયમાં જેઓને પ્રાસાદાદિની રચનારૂપ કિયા લિંગગમક છે તે કર્તા કહેવાય છે. આમ વક્તા અને કર્તામાં મેટું અન્તર છે. વક્તા આત્મસંબંધી ગુણદેષના નિરૂપક છે જ્યારે કર્તા પ્રાસાદાદિની રચનાના વિષયમાં ગુણદોષના વિવેચક છે.
(૪૯) જેમનું વાક્ય દુષ્ટશાસ્ત્રથી અવિરૂદ્ધ અર્થનું પ્રતિપાદન કરતું હોય અર્થાત પૂર્વાપર અબાધિત હાય, સર્વ પ્રાણીઓને સુખ આપનાર હાય, પરિમિત, ગંભીર-ગૂઢ અભિપ્રાયવાળું અને આહ્લાદજનક હોય તે સર્વવિ–સર્વજ્ઞ જાણવા.
(૫૦) શ્રી જિનેશ્વરદેવે પ્રતિપાદન કરેલ વાકય જ પૂર્વ કથિત સર્વ લક્ષણેથી યુક્ત હોવાથી જિનેશ્વરદેવ જ નિશ્ચયથી સર્વજ્ઞ છે પણ જિનથી અન્ય સર્વજ્ઞ નથી એ સ્યાદ્વાદ દશનની ઉક્તિથી જ જણાય છે.
(૫૧) એકાન્ત નિત્યવાદમાં બન્ધમાક્ષાદિ સિદ્ધ થતા નથી, અને એકાન્ત અનિત્યવાદમાં પણ બંધમેક્ષાદિ ઘટતા નથી.
(૫૨) જીવાત્મા સ્વભાવભેદથી બંધાય છે એટલે કે સંસારમાં પરિભ્રમણ કરે છે, અને તે સ્વભાવભેદથી મુકત થાય છે. આમ બદ્ધ અને મુક્તને સર્વદા સમાન બધેક્ષાદિભાવથી એકત્વની આપત્તિ થશે અને તેમ થવાથી બદ્ધ અને મુક્તમાં બંધ અને મેક્ષની વ્યવસ્થા ઘટી શકશે નહીં.
(૫૩) બન્ધ અને મેક્ષમાં અત્યન્ત ભેદ માનવામાં આવે તે પણ બદ્ધ આત્મા કયારે ય મુક્ત નહીં થાય, અને જે તે મુક્ત ન થાય તે સર્વશાસ્ત્રમાં કહેલ ભાવનાદિ અનુષ્ઠાન નિરર્થક થાય