________________
સમાધાન-વીતરાગ ઉદાસીન હોવા છતાં ઉદાસીન ભાવથી જ દેશનામાં પ્રવૃત્તિવાળા થાય છે તેથી બાધ નથી. દેવ-મનુષ્ય અને તિર્યંચને માટે સર્વજ્ઞ ભગવાનની દશનામાં કઈ ભેદ હોતો નથી. જે ઉદાસીનતા ન હોત તો સર્વપ્રભુ સૌને માટે ભિન્ન ભિન્ન દેશના આપત. પણ તેમ આપતા નથી. સર્વ પ્રભુ સર્વને માટે એકસરખી દેશના આપે છે, અને બેધ પ્રમાણે શ્રોતાની પ્રવૃત્તિ થાય છે..
શંકા-સર્વજ્ઞમાં ઉદાસીનતાથી પણ થતી દેશનાની પ્રવૃત્તિ આત્યંતિક ઉદાસીનતાને બાધ કરશે.
(૪૩) સમાધાન તીર્થંકરદેવ પિતાને માટે પ્રવૃત્તિ કરતા હત તે જરૂર તે પ્રવૃત્તિ આત્યંતિક ઉદાસીનતાને બાધ કરત પરંતુ તે પ્રવૃત્તિ સ્વનિમિત્તે નહીં પણ અન્યનિમિત્તે જ છે. તીર્થકરદેવ પ્રવચનવાત્સલ્યાદિ નિમિત્તથી ઉપાર્જન કરેલ તીર્થંકરનામકર્મને ધર્મદેશના દ્વારા નિજરે–અપાવે છે. ઉક્ત વિષયમાં સિદ્ધાન્તવચન પણ પ્રમાણભૂત છે. “તું જ
નિસ્ટાફ ઘમ્મસારીfઉં. તે તીર્થંકરનામકર્મને કઈ રીતે વેદ-નિજરે છે! શુદ્ધ ધમ દેશનાદિથી વેદે છે.
શંકા-તીર્થંકરનામકર્મની સત્તામાં તેના ક્ષય માટે જરૂર તેના ઉપાયભૂત સાધનમાં તેમની પ્રવૃત્તિ માનવી પડશે, અને તેમ માનવાથી તીર્થકરમાં કૃતકૃત્યતાની અસિદ્ધિ થશે! - સમાધાન-તમારી વાત બરાબર છે, મેહ જેમનો નાશ પામ્યું છે એવા ભવસ્થ–સંસારમાં રહેલ તીર્થકર ભગવાનને