________________
va
શકા—જે સ્વયં અસઈના હોય તે સર્વજ્ઞને કેવી રીતે જાણી શકે ? અસવ જ્ઞ પુરૂષવડે સજ્ઞનું ગ્રહણ થાય તે યુક્તિસંગત નથી.
સમાધાન—હૃદયમાં રહેલા સમસ્ત સ`શયના ઉચ્છેદાદિથી સર્વ જ્ઞગ્રહણની ઉપપત્તિ-સિદ્ધિ થાય તે યુક્તિયુક્ત છે. હૃદયગત સમસ્ત સશયના ઉચ્છેદ્રથી સજ્ઞનું જ્ઞાન કેવી રીતે થાય છે તે શંકાનું દૃષ્ટાન્ત બતાવવાપૂર્વક સમાધાન કરે છે. જેમ વ્યાકરણશાસ્ત્રનું અધ્યયન કરનાર વ્યક્તિ પેાતાની બુદ્ધિમાં ન સમજાતા વિષય કોઇને પૂછે છે, તે પુરૂષ સદેહવાળા પૃષ્ઠ અથવા સૂત્રના યથાવસ્થિત તત્ત્વને અસ્ખલિતપણે પ્રતિપાદન કરી તે સ ંદેહની નિવૃત્તિ કરે છે. તેથી તે વ્યક્તિ તે પુરૂષને સ'પૂર્ણ' વૈયાકરણ માને છે તેવી જ રીતે અહીં પણ હૃદયમાં રહેલા તે તે સંશયના ઉચ્છેદ થવાથી ગણધરભગવંત વગેરે સમસ્ત પદાર્થના જ્ઞાતાને સર્વજ્ઞપણે જાણે છે.
જેમ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી મહારાજે હૃદયમાં રહેલા સઘળા સ`શયા દૂર થવાથી ચરમતીર્થપતિ શ્રી મહાવીરપ્રભુને સજ્ઞ તરીકે સ્વીકાર્યાં હતા. આ રીતનેા વ્યવહાર સસ્થાને દેખાય છે, તે વ્યવહારને જે માનવામાં ન આવે તે સજ્ઞના ઉચ્છેદ પ્રાપ્ત થાય.
'
જો તમે એમ કહેશે કે–ભલે સજ્ઞના ઉચ્છેદ થઈ જાય એ તે અમારે ઇષ્ટ છે. તે · અબ્રાહ્મણ બ્રાહ્મણને જાણે નહીં’ એને પણ તમારે ઇષ્ટ કરવુ પડશે. પણ તમારાથી તેને ઈષ્ટ કરવું અશક્ય છે. જો તમે કહેશેા કે-અબ્રાહ્મણ પેાતાની મેળે બ્રાહ્મણને જાણતા નથી પણ બ્રાહ્મણ અબ્રાહ્મણને પાતે બ્રાહ્મણ છે એમ પહેલાં જણાવે છે પછી તે જાણે છે. તેથી અમારે કાઈ દોષ આવતા નથી, તે આ વસ્તુ અમારે પણ તમારી જેમ જ