________________
૬૫
૯
અને “માન્યાશ્રયાળ વાળ પ્રાન્ત' એ વચનાનુસાર અન્યન્યાશ્રય દેષદુષ્ટ કાર્યો સિદ્ધ થતાં નથી તેથી તમેએ માનેલ પુરૂષયતૃત્વરૂપ હેતુ પણ અન્યાશ્રય દેષગ્રસ્ત હોવાથી તેનાથી આગમ પ્રામાણ્યની સિદ્ધિ કઈ રીતે થઈ શકે !
સમાધાન–આ રીતને અન્યાશ્રય દેષ તમારે પણ સમાન છે. હિરણ્યગર્ભાદિ વેદના વક્તા હોવાથી વેદમાં હિરણ્યગર્ભાદિની અપેક્ષા છે અને હિરણ્યગર્ભાદિ વેદકથિતાનુષ્ઠાન ફલરૂપ હોવાથી તેમાં વેદની અપેક્ષા છે. આમ એકની સિદ્ધિમાં બીજાની અપેક્ષા હોવાથી પરસ્પરાશ્રયરૂપ દેષ તમારે પણ પ્રાપ્ત થાય જ છે.
જો તમે એમ કહેશે કે અમારા મતે આ દેષ હિરણ્યગર્ભાદિની અસત્તામાં પ્રાજક થતું નથી તો અમે પણ કહીશું કે અમારે પણ આ દેષ સર્વજ્ઞ-કેવલીની અસત્તામાં પ્રાજક થતું નથી. “થોમઃ મા રેષ:, રવિ તસ્લમઃ' જે બન્નેમાં એકસરખે દેષ હાય છે તેને પરિહાર પણ તેને સરખે જ થાય છે.
વળી તમે એમ પણ કહી શકે તેમ નથી કે અમે હિરણ્યગર્ભદિને વેદકથિતાનુષ્ઠાન ફલસ્વરૂપ માનતા ન હોવાથી અમારે ઇતરેતરાશ્રય દેષ લાગતું નથી, કારણ કે હિરણ્યગર્ભાદિને પણ વિશેષપણે વેદકથિતાનુષ્ઠાનફલપણું છે.
શંકા-અમારે ને તમારે વિષમતા છે. અમે વેદને અનાદિ માનીએ છીએ, અને તેથી વક્તા હિરણ્યગર્ભાદિકને અનાદિ સ્વીકારીએ છીએ. પણ તમે આગમના વક્તા સર્વને અનાદિસ્વીકારતા નથી.
સમાધાન–અમે પણ આગમ તથા તેના વક્તા સર્વજ્ઞ ઉભયને અનાદિ માનીએ જ છીએ. તેથી સમાનતામાં કઈ