________________
પરંતુ વૃત્તિતા જ સાબિત થવાથી સર્વજ્ઞની સિદ્ધિ થાય છે, અને તેથી તમેએ જણાવેલ સર્વજ્ઞાભાવ અસિદ્ધ છે. | (ચ-દ૬) “ વકતૃત્વમવેદ. ઇત્યાદિ દ્વારા પહેલાં જે વકતૃત્વને રાગાદિનું નિબન્ધન–નિમિત્ત કારણ જણાવ્યું તે પણ પરંપરાએ જ તેનું નિમિત્ત થતું હોવાથી નિર્દોષ છે. વસ્તૃત્વ જે સાક્ષાત્ રાગાદિનું નિમિત્ત હોય તે જરૂર તે દેષાવહ થાય પરતુ સાક્ષાત નિમિત્ત તો તમે પણ માનતા નથી અને પરં. પરાએ નિમિત્ત બાધક નથી.
(૬૭) શંકા-વકતૃત્વને પરંપરાએ રાગાદિ નિમિત્ત માનવામાં પણ સર્વજ્ઞમાં વીતરાગને વ્યાઘાત થશે!
સમાધાન-સર્વજ્ઞભગવાનને નિશ્ચયથી રાગાદિને અભાવ જ ઈષ્ટ હોવાથી પરંપરાએ રાગાદિ નિમિત્ત હોવા છવાં વીતરાગત્વને વ્યાઘાત નથી.
(૬૮) શંકા-દેહના કારણભૂત રાગાદિને વિનાશ થયે તે જ કાળમાં રાગાદિના કાર્યભૂત શરીરને પણ વિનાશ પ્રાપ્ત થશે!
સમાધાન–રાગાદિ દેહાદિ કાર્ય પ્રત્યે નિમિત્ત કારણ હોવાથી તેને વિનાશ દેહના વિનાશમાં પ્રાજક નથી. માટે રાગાદિની નિવૃત્તિથી શરીરની નિવૃત્તિ થતી નથી. લેકમાં પણ જેમ ઘટાદિ કાર્યનું ઉપાદાન કારણ કપાલાદિ તેના વિનાશથી જ ઘટરૂપ કાર્યને વિનાશ થાય છે પણ ખનિત્ર-દડ વગેરે નિમિત્તકારણના અભાવથી ઘટને વિનાશ થતો નથી.
(૬૯) શંકા–વસ્તૃત્વનું ઉપાદાન કારણ શું છે! જે રાગાદિને ઉપાદાન કારણ માનશે તો તે બરાબર નથી, કારણ કે તેમ