________________
સમાધાન-આત્મા અનાદિ હોવાથી ભલે તે ઉત્પત્તિ રહિત હોય તેમ છતાં રાગાદિગ્રસ્તતામાં કઈ વિરોધ નથી, માટે પદ્મશગ અને આત્મામાં મલસહિતપણાની સમાનતા અપ્રતિહત છે.
(૬૧) શંકા-આત્મા અનાદિ હોવા છતાં કૃતકકર્મ વિશેષપણું હેવાથી રાગાદિમાં અનાદિતા કેમ સંભવે !
સમાધાન-કૃતકપણું હોવા છતાં પણ જેમ અનુભૂત વર્તમાનભાવમાં અતીતકાલના પ્રવાહથી અનાદિપણું રહેલું છે તેમ રાગાદિમાં પણ પ્રવાહથી અનાદિત્ય સિદ્ધ થાય છે. જે એમ માનવામાં ન આવે તે અનાદિત્વ સિદ્ધ નહીં થાય. પહેલાં જે અનાદિત્વ માન્યું હોય તે જ પછી પણ અનાદિત્વ રહી શકે. અસવસ્તુ સદ્ થાય નહીં. પૂર્વકાલમાં અભાવથી અબીજવરૂપ કારણથી પછી પણ અબીજત્વની આપત્તિ થશે. પહેલાં જે અસદ્, હોય તેને પણ જે સત માનવામાં આવે તે સિકતાથી પણ તેલની ઉત્પત્તિ સ્વીકારવી પડશે.
(૬૨) વળી અનનુભૂત જે વર્તમાન તેની અતીતતા અને કૃતકત્વની વર્તમાનકાલ્પતા પણ નથી.
શંકા-પદ્યરાગાદિના દષ્ટાન્તથી આત્મામાં રાગાદિને ક્ષય થાય છે તેમ માની લઈએ, પરંતુ પદ્મરાગાદિમાં તો ક્ષારસૃત્તિકા તથા પુટપાકાદિ મલને ક્ષય કરે છે તેવી રીતે આત્મામાં રાગા દિને ક્ષય કેણ કરે છે ! | સમાધાન-જેમ ક્ષારકૃત્તિકા અને પુટપાકાદિથી પરાગસુવર્ણના મળને ક્ષય થાય છે તેમ પ્રતિપક્ષ ભાવનાથી આત્મામાં રાગાદિ કર્મમળનો નાશ થાય છે. એ પ્રતિપક્ષભાવના તે અને કાન્તભાવના છે.