________________
ભપગ્રાહી કમને સંબંધ હોવાથી એકાન્તથી કૃતકૃત્યપણું અમારે પણ ઈષ્ટ નથી.
(૪૪) શંકા-તીર્થંકરદેવ ભલે અન્યને માટે દેશનાની પ્રવૃત્તિ કરતા હોય છતાં તે પ્રવૃત્તિ આત્યંતિક ઉદાસીનતાને બાધ કરશે!
સમાધાન–અન્યનિમિત્તે કરાતી દેશના પ્રવૃત્તિને જે આત્યંતિક ઉદાસીનતામાં બાધક માનશે તો સ્થિતિ પ્રવૃત્તિ-અવસ્થાનને માટે કરાતી પ્રવૃત્તિને પણ ઉદાસીનતામાં બાધક માનવી પડશે.
શંકા-પ્રવૃત્તિરહિત પુરુષને પણ તાત્પથી સ્થિતિ પ્રવૃત્તિ સંભવી શકે છે પણ દેશના પ્રવૃત્તિ સંભવી શકતી નથી. માટે સ્થિતિ પ્રવૃત્તિના દૃષ્ટાન્તથી દેશના પ્રવૃત્તિને પણ આત્યંતિક ઉદાસીનતામાં અબાધક માનવી તે ચગ્ય નથી.
(૪૫) સમાધાન-સ્થિતિ પ્રવૃત્તિ જેમ ઉદાસીનતા બાધક નથી, તેમ તીર્થકર નામકર્મના ઉદયથી અન્યને માટે દેશના આપનાર તીર્થકરદેવની દેશના પ્રવૃત્તિ પણ સ્થિતિ પ્રવૃત્તિની જેમ જ સ્વાભાવિક હોવાથી આત્યંતિક ઉદાસીનતાને બાદ કરતી નથી.
શંકા-દેશનાની પ્રવૃત્તિ ભલે તીર્થકરદેવને કૃતકૃત્યતામાં બાધક ન થાય, પણ તીર્થકરથી જે ભિન્ન છે તેમને તે દેશનાની પ્રવૃત્તિ કૃતકૃત્યતામાં બાધક થશે. માટે તેમને દેશનાની પ્રવૃત્તિ ગ્ય નથી !
સમાધાન-“તીર્થકરથી ભિન્ન સામાન્ય કેવલી તીર્થકરની જેમ ઔદાસીન્યભાવથી દેશના આપે છે” એમ અમે પણ માનતા નથી તેથી કેઈદેષ લાગતું નથી. . PROVAROWOWOWO ATMOC*@
( આ પ્રમાણે અથપત્તિગાથાતિ- ૬ કાન્તત્વખંડન પૂર્ણ થયું. હું
200000000000000