________________
૩૫
શુદ્ધસ્ફટિક સમ નિર્મળ સ્વરૂપ સમવસ્થિત સર્વજ્ઞને માનતા નથી.
નેયાયિકાએ પણ એક જગતના કર્તા તરીકે સર્વને માનેલ છે પણ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનાદિથી વિભૂષિત સર્વજ્ઞને માનેલ નથી. મીમાંસકે પણ કેવળ કર્મને જ સ્વીકારે છે. પણ સર્વને માનતા નથી. વળી સાંખ્યો પણ કાર્ય અને કારણત્વથી રહિત કમળપત્રની જેમ
અલિપ્ત સર્વભક્તા આત્માને સ્વીકાર કરે છે, પણ જ્ઞાનાદિગુણવિશિષ્ટ સર્વસને કબુલ કરતા નથી. અને જે શરીરથી ભિન્ન આત્માની સત્તા જ સ્વીકારતા નથી તેવા ચાર્વાકના મતે તે સર્વજ્ઞની ચર્ચા જ કરવી નકામી છે. આથી સર્વજ્ઞના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ આત્માઓના લાભ માટે સર્વજ્ઞની સિદ્ધિ અત્યંત આવશ્યક છે. તે પ્રસ્થનો પ્રારંભ કરતાં પ્રખ્યકાર સૂરિ ભગવાન ગ્રન્થની નિર્વિધ્ર પરિસમાપ્તિ અને શિષ્ટાચારનું પાલન કરવા માટે મંગલાચરણ કરે છે. મંગલાચરણાત્મક આ લોકમાં મહાવિદ્વાન સૂરિદેવે “વિરોધાભાસ અલંકારવડે શ્રી જિનેશ્વરદેવના તે તે ગુણકીર્તનરૂપ સ્તુતિ કરેલ છે. જેમાં દેખીતી રીતે વિરોધ જાતે હેય પણ વિચારણા કરવાથી તે વિરેાધનો પરિહાર થઈ જાય તેને “વિરોધાભાસ' કહેવામાં આવે છે અને તેને સાહિત્યમાં “અલંકાર” ભૂષણરૂપ ગણવામાં આવે છે.
મંગળાચરણ -
(૧) જે પ્રભુ લક્ષમીને ધારણ કરનાર છે છતાં રાહિત છે. અહીં લક્ષમીનું ધારણ કરવું અને રોગરહિતપણું અને પરસ્પર વિરૂદ્ધ છે પણ લક્ષ્મીનો અર્થ અનંત ચતુરયાદિ કરતાં વિરોધને પરિહાર થઈ જાય છે..