________________
૪૧ આ અનુમાનથી સર્વક્સને સિદ્ધ કરે છે, જ્યારે ન્યાયવાદીઓ" असौ न सर्वज्ञः, वक्तृत्वात् देवदत्तवत्, यो यो वक्तृत्ववान् स ન સર્વજ્ઞવામાવવાનું ” એ અનુમાનથી વકતૃત્વરૂપ હેતુ દ્વારા સર્વજ્ઞાત્વાભાવને સિદ્ધ કરે છે. આ રીતે સર્વજ્ઞવાદી જેને જેને સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે ન્યાયવાદી તે તે સર્વનું આવા અનુમાનથી વારણ કરે છે.
(૧૮) સર્વજ્ઞવાદીઓએ પણ ઉત્તમ જાતિ અને નામવડે તે સર્વજ્ઞને જરૂર નિર્દેશ કરે પડશે, અને એ રીતે જે જાતિ અને નામથી નિદેશ કરવામાં આવે તો તે સર્વજ્ઞ વસ્તૃત રૂપ હેતુથી સર્વજ્ઞત્વના અભાવવાળા અર્થાતુ અસર્વજ્ઞ સિદ્ધ થઈ જાય.
(૧૯) વકતૃત્વરૂપ હેતુ દ્વારા તે તે જાતિ-નામથી યુક્ત સકળ પદાર્થના જ્ઞાતા રૂપ સર્વ સર્વજ્ઞનું વારણ કરવામાં આવે છે. અને એ રીતે જ્યારે સકળ તે તે જાતિ-નામ વિશિષ્ટ સર્વજ્ઞ વિશેષ માત્રનું વારણ થઈ જાય તે સર્વજ્ઞત્વ સામાન્ય પણ કયાંથી બાકી રહે તેનું પણ વારણ સ્વતઃ થઈ જ જાય છે.
. • વિશેષમાવાન સામાન્યામાવો સિદ્ધતિ” વિશેષાભાવ સમુદાયથી સામાન્યાભાવ સિદ્ધ થાય છે. જેમ વાયુમાં નીલરૂપ નથી, પીતરૂપ નથી, રક્તરૂપ નથી, એમ તે તે નીલ પીત રક્ત વગેરે રૂપ વિશેષના અભાવથી વાયુમાં રૂપ સામાન્યને અભાવ સિદ્ધ થાય છે એ પ્રમાણે અહીં પણ વકતૃત્વરૂપ હેતુથી તે તે સર્વજ્ઞ વિશેષના અભાવથી સર્વજ્ઞ સામાન્યને અભાવ સિદ્ધ થાય છે.
(૨૦) હવે ન્યાયવાદી કાર્યકારણભાવથી રાગદ્વેષાદિશૂન્ય સર્વજ્ઞમાં વસ્તૃત્વાભાવ સિદ્ધ કરતાં જણાવે છે–.