________________
છે જે તમે એમ કહેશે કે અનિત્યત્વ એ લૌકિક હોવાથી તેની સિદ્ધિ થઈ શકે છે, પરન્તુ પ્રત્યક્ષત્વ તે અલૌકિક છે માટે તેની સિદ્ધિ કરવી મુશ્કેલ છે તો તે તમારું કથન યુક્તિયુક્ત નથી. કારણ કે અલૌકિક વેદાયિત્વ વગેરેને મેયવ તરીકે તમેએ જ સ્વીકારેલા છે તેથી તમે પ્રત્યક્ષ અલૌકિક હોવાથી તેની સિદ્ધિ નહીં થાય એમ કઈ રીતે કહી શકે !
વળી તમે હેતુમાં જે વ્યભિચારી દોષ જણાવ્યો હતો તે દેષ પણ નથી. તમે કહ્યું હતું કે–અભાવમાં યત્વરૂપ હેતુની સત્તા છે પણ પ્રત્યક્ષરૂપ સાધ્યની સત્તા નથી તેથી વ્યભિચાર છે તે તમારૂં કથન અવિચારિત છે. કારણ કે અભાવમાં વસ્તુધર્મપણું હોવાથી અપ્રત્યક્ષ છે જ નહીં. જે તેમાં વસ્તુધર્મને સ્વીકાર કરવામાં ન આવે તે જ તેમાં વસ્તુત્વને અભાવ થાય પણ અભાવમાં વસ્તુત છે માટે પ્રત્યક્ષત્વ પણ છે. . વળી વિપક્ષ 7 વિદ્યામાં સાધનાવ્યાવૃત્તપણું જે બતાવ્યું હતું તે પણ નથી. જેમાં વસ્તુને અભાવ છે એટલે જે અત્યન્ત અવિદ્યમાન અર્થાત તુચછ છે તેમાં શેયને પણ અભાવ છે. જે પદાર્થ પ્રમાણથી જણાવાતું હોય તે જ રેય કહેવાય છે. આ તુચછમાં પ્રમાણ પ્રવૃત્તિને અસંભવ છે તેથી તેમાં યત્વ નથી. અભાવરૂપ પ્રમાણ પણ તુચ્છથી ભિન્ન નથી અર્થાત્ અભિન્ન છે માટે તુચ્છની જેમ તેની પણ અપ્રવૃત્તિ થાય છે.
આ પ્રમાણે પૂર્વોક્ત અનુમાન સર્વથા નિર્દષ્ટ હોવાથી સર્વજ્ઞમાં અનુમાનગોચરાતિકાન્તપણાને અભાવ સિદ્ધ થાય છે. . (૧૧) હવે કોઈ પ્રતિપક્ષી સર્વજ્ઞજ્ઞાનમાં યત્વને સ્વીકારે છે પણ પ્રત્યક્ષને સ્વીકારતો નથી તે આ પ્રમાણે શંકા કરે છે