________________
{ પ્રકાશકીય નિવેદન
શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રન્થમાળાના ૫૧મા ગ્રન્થ તરીકે શ્રી “સર્વસિદ્ધિ નામના ગ્રન્થરત્નને ટીકા સાથે પ્રકાશિત કરી વિદ્વાનના કરકમલમાં સાદર સમર્પિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આવા વિશિષ્ટ કેટિના ગ્રન્થને પ્રકાશિત કરવાનું ગૌરવ અમને પ્રાપ્ત થયું એને અમે અમારું અહેભાગ્ય સમજીએ છીએ. આ ગ્રન્થરત્નના કર્તા-ચૌદસ ચુમ્માલીશ ગ્રન્થના પ્રણેતા દાર્શનિકશિરોમણિ મહાવિદ્વાન આચાર્યદેવ શ્રીમદ્ વિજયહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ છે. જેઓને જેન આલમ ઉપર અનિર્વચનીય ઉપકાર છે. જેના મહાગ્રન્થ જૈનદર્શનરૂપી સાગરમાં સેતુ–પૂલ સમાન છે. જેઓના અદ્દભુત ગુણોનું સમરણ આજ પણ વિદ્વાનોના હૈયાને હર્ષથી ભરી દે છે. તેઓએ બનાવેલ આ અદ્ભુત ગ્રન્થ ઉપર શાસ્ત્ર વિશારદ કવિરત્ન પીયૂષપાણિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજશ્રીએ “સર્વહિતા નામની સુંદર ટીકા કરી છે. ટીકાકાર પૂ. આચાર્ય દેવને જન્મ વિ. સં. ૧૯૫૨ માં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ બેટાદ ગામમાં થયે. ૧૯ વર્ષની ભરયુવાન વયે તેઓશ્રીએ સંવત્ ૧૯૭૧ માં શાસનસમ્રાસૂરિચકચકવતિ–બાલબ્રહ્મચારિ-તીર્થોદ્ધારક-જગદ્ગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા લીધી. પૂજ્યપાદ ગુરુ મહારાજશ્રીના આશીર્વાદ, કૃપા, દેખરેખ અને પોતાની ખંત વગેરેથી પાંચ વર્ષના ટૂંકા ગાળામાં તેઓશ્રીએ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, આગમ વગેરેને વિશદ તલસ્પર્શી અભ્યાસ કર્યો. નિસગિક કવિત્વ