________________
૩૮ પશમભાવથી (કેટલાક મનુષ્યને) સર્વજ્ઞવિષયક શ્રેષ્ઠ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે.
(૭) કદાચ તે તે મનુષ્યમાં રહેલા તેવા પ્રકારના દેના કારણે તેઓને સર્વજ્ઞવિષયક પ્રકૃણજ્ઞાનની પ્રાપ્તિ ન થાય છતાં પણ હૃદયમાં રહેલા અપૂર્વ દયાભાવથી જ સર્વજ્ઞવિષયક જ્ઞાન પ્રાપ્તિને ઉપાય જણાવ્યું હોવાથી મારો આ પરિશ્રમ સફળ છે (એમ હું માનું છું).
(૮) શ્રેષ્ઠ મુનિઓએ કહ્યું છે કે-શ્રોતાઓને બંધ થાય કે ન થાય પણ ધર્મને ઉપદેશ આપવાથી વક્તાને તો અવશ્ય લાભ થાય છે જ.
(૯) અહીં પ્રસંગથી સયું, હવે પ્રસ્તુત વિષયને જણાવીએ છીએ. પૂર્વપક્ષ વિના ન્યાય–સર્વજ્ઞસાધક અનુકુળ તર્કનું પ્રતિપાદન કરવું અશકય હોવાથી પૂર્વ પક્ષના વિષયમાં કંઈક કહેવાય છે.
(૧૦) પૂર્વપક્ષી સર્વજ્ઞના વિષયમાં આ પ્રમાણે શંકા કરે છે–પ્રત્યક્ષ વગેરે પાંચ પ્રમાણ વિષયક અતિકાન્તભાવથીપ્રત્યક્ષ વગેરે પાંચ પ્રમાણે દ્વારા સિદ્ધ ન થવાથી સર્વશની કલ્પના બરાબર નથી. કારણ કે તે રીતે સર્વને સ્વીકારવામાં અતિપ્રસંગ–અતિવ્યાપ્તિરૂપ દેષ આવે છે. પ્રત્યક્ષાદિ પ્રમાણુ વિષયતાથી અતિકાન્ત થયેલ અર્થાત અસિદ્ધ એવા પ્રકારની વસ્તુને પણ જે સ્વીકાર કરવામાં આવે તે “ આકાશકુસુમ” જેવા અસત પદાર્થોને પણ સ્વીકારવા પડે.
(૧૧) ઈન્દ્રિય અને પદાર્થના સંગથી ઉત્પન્ન થતા પ્રત્યક્ષ પ્રમાણથી સકલ પદાર્થના જ્ઞાતારૂપ સર્વજ્ઞ ગ્રહણ કરી શકાતા