________________
નહીં. આથી ઈન્દ્રિયમને નિમિત્તવિજ્ઞાન સંપૂર્ણ વસ્તુપરિચ્છેદાત્મક નથી એ સિદ્ધ થયું.
(૮) શંકા–જે ઇન્દ્રિયાદિમાં અર્થ સ્વભાવત્વકાર્યવને સ્વીકાર કરવામાં ન આવે તે તેને અર્થની સાથે સંબંધની જ અસિદ્ધિ થાય અને જ્યારે સંબંધની અસિદ્ધિ થાય તે ઈન્દ્રિયાદિમાં લિંગ ત્વની અનુપપત્તિ-અસિદ્ધિ થશે.
સમાધાન-ઈન્દ્રિયોને અર્થની સાથે જ્ઞાપ્યજ્ઞાપકભાવ સંબંધ સકલસિદ્ધાન્તસંમત છે, તેથી અર્થ સ્વભાવત્વકાર્યાત્વના અભાવમાં પણ ઈન્દ્રિયેનો અર્થની સાથે સંબંધ સ્વીકારવામાં કશે બાધ નથી.
શંકા-સામગ્રીના સભાવમાં ગ્રાહ્યવત–શક્તિમત ઈન્દ્રિયેનું જ્ઞાનજનન સ્વભાવપણું જ પ્રસિદ્ધ છે પણ જ્ઞાપકપણું નથી તે તમેએ કહેલ ઇન્દ્રિયોનો અર્થની સાથે જ્ઞાપ્યજ્ઞાપકભાવ સંબંધ કેમ સંગત થઈ શકશે !
સમાધાન-જે સર્વથા ઈન્દ્રિયોને જ્ઞાનજનન સ્વભાવત્વ જ માનવામાં આવે છે તે અર્થ પ્રતીતિની જેમ જ્ઞાનજનન સ્વભાવત્વની પ્રતીતિ પણ દુર્વાર થાય. અને જે સ્વભાવભેદ સ્વીકારવામાં આવે તો ઇન્દ્રિયામાં જ્ઞાપકપણું સિદ્ધ જ છે.
શંકા-ઈન્દ્રિયેનું અર્થની સાથે જ્ઞાપકપણું હોય તે જ જ્ઞાપ્યજ્ઞાપક ભાવ સંબંધ સ્વીકારી શકાય, અને ઇન્દ્રિમાં જ્ઞાપકપણું જ્ઞાપકધર્મને અનતિકમથી જ થાય છે, અને જ્ઞાપક ધર્માનતિક્રમ સ્વજ્ઞાનમાં અન્ય જ્ઞાન જે કારણભૂત ન હોય તે જ મનાય છે. આથી ઇન્દ્રિમાં અજ્ઞાતજ્ઞાપકપણું હોવાથી જ્ઞાપકધતિક્રમ પ્રાપ્ત થાય છે.
વળી જેમ ધૂમાદિથી ધૂમજ્ઞાનપૂર્વક વહુન્યાદિજ્ઞાનની ઉત્પત્તિ દેખાય છે તેમ ઈન્ડિયામાં તેના જ્ઞાનપૂર્વક અર્થજ્ઞાન