________________ પરંતુ એ પ્રશ્ન થાય કે દેખાય છે તે સંસારને પણ કઈ કર્તા તે હશે ને? હકીકતમાં નથી. છતાં માની લઈએ કે હશે. પરંતુ જીવને કેસે બનાવ્યું? આજનું વિજ્ઞાન પણ હજી લેહીનું ટીપું પણ બનાવી શક્યું નથી. બનાવી શક્યું હેત તે રક્તદાન Blood Donation ની જરૂર જ ન રહેત ને? ડાયાબીટીસના દર્દીને Insuline ઈસ્યુલીનના ઇંજેકશન અપાય છે તે પણ વિજ્ઞાન બનાવી શકાયું નથી. એ પણ બીજા જીવની ગ્રંથિમાંથી લઈને અપાય છે. અર્વાચીન વિજ્ઞાન માનવશરીરનું એક પણ અવયવ બનાવી શક્યું નથી. અરે ! આ “આરસ પત્થર પણ કઈ ફેકટરીમાં બનાવી શકાતું નથી.' એના જેવું બનાવી શકાતું હશે પણ એ તે નહીં જ. આ લાકડું પણ કઈ બનાવી શકતું નથી. કેમકે શક્ય જ નથી. આજે તે ઠીક પણ, લાખ વર્ષ પછી પણ વિજ્ઞાન એ નહીં બનાવી શકે. જીવસૃષ્ટિ જ એવી ગજબની વિચિત્ર છે કે કઈ બીજું એ બનાવી શકતું નથી. એમ આત્મા પણ કઈ બનાવી શકતું નથી. ઘણું કહે છે કે શીરે બનાવ એમાં ?