________________
વામાં આવેલ છે. બાલવર્ગને ધર્મકથાનુગ અથવા ચરણકરણાનુયોગના વિષયમાં જે આનંદ આવે છે તે આનંદ તદ્વિષયક જ્ઞાનના અભાવે દ્રવ્યાનુયેગના વિષયમાં નથી ઉત્પન્ન થતા તેને તે આત્મવાદ પુદ્ગલવાદની ઝીણવટભરી ચર્ચાઓ નીરસ લાગે છે. એમ છતાં એટલું તે નિર્વિવાદ છે કે કેઈપણ વિષય સંબંધી સ્વાધ્યાયપ્રસંગમાં જેટલી વધુ એકાગ્રતા તેટલી વધુ કર્મનિર્ભર છે, તેવી યથાર્થ એકાગ્રતા અને તે પણ લાંબા કાળ સુધી તે દ્રવ્યાનુયોગ સંબંધી વિષયેના રીતસર અભ્યાસી આત્માને જેવી થાય છે તેવી બીજાને નથી થતી, તેથી જ નિકિતકારા ભગવાન્ શ્રીભદ્રબાહસ્વામિજીએ વિ સંતવાણી ઈત્યાદિ ગાથાનું ઉચ્ચારણ કરી દ્રવ્યાનુગના અભ્યાસને દર્શનશુદ્ધિના અનુપમ કારણ તરીકે જણાવેલ છે.
પ્રસ્તુત ગ્રન્થમાં દ્રવ્યાનુગ સંબંધી વિષયની વ્યાખ્યા પ્રસ્તુત aggrળાસંઘ નામને સુંદર ગ્રન્થ પણ ચારે ય અનુગમાં પ્રધાન એવા દ્રવ્યાનુયેગના વિષયથી ભરપૂર છે. કેઈપણ વસ્તુનું સારી રીતે વિવેચન થઈ શકે અને ક્ષાપશમ અનુસાર યથાયોગ્ય સુંદર જાણપણું થાય તે માટે જેનદર્શનમાં અન્ય કેઈપણ દર્શનમાં ન મળે તેવી સરસ પ્રણાલિકાઓ બતાવવામાં આવેલ છે, જેમકે–એક જીવ નામને પદાર્થ છે તે તેનું રીતસર સ્વરૂપ જાણવા માટે જુદા જુદા ઉપાયો આપવામાં આવેલા છે. પ્રથમ તે એ જીવ પદને-નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપથી વિચાર કરે. અર્થાત્ નામ જીવ કેને કહેવાય? સ્થાપના જીવનું સ્વરૂપ શું? દ્રવ્ય તથા ભાવ જીવની કઈ વ્યાખ્યા છે? એ પ્રમાણે ચારે ય પ્રકારે વિચાર કર્યા બાદ નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને પ્રકાર એ છ દ્વારેથી જીવ પદાર્થની વિચારણા કરવી. એટલે કે જે બીજા દિં ગુણ: રિવર પાઃ ? [ જીવ કેણ છે? શું દ્રવ્ય છે? ગુણ છે? અથવા પર્યાય છે?] આ પ્રમાણે પૂછીને પછી તેને ઉત્તર આપે કે કાજક્ષને લીધે દ્રાવણ [જીવ એ ગુણ નથી, જીવ એ પર્યાય નથી પરંતુ ગુણ-પર્યાય સહિત જીવ એ એક દ્રવ્ય છે ] આ નિર્દેશ દ્વાર થયું. ત્યારબાદ જીવ જ્યારે દ્રવ્ય છે તે તેને સ્વામી કેશુ? તેને જાણવાનું સાધન શું? તેને આધાર કોણ? તેની સ્થિતિ કેટલી અને તેના પ્રકારે કેટલા? એમ અનુક્રમે બાકીના સ્વામિત્વાદિ પાંચે ય દ્વારનું પ્રશ્નોત્તર-પૂર્વક વિવેચન કરવાથી જીવી નામના દ્રવ્યનું રીતસર સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે.
કોઈપણ પદાર્થના સ્વરૂપજ્ઞાન માટે સત્યાદિ દ્વારે * તેથી પણ વધુ જિજ્ઞાસા થાય તે સપદાદિ નવ દ્વારે જે તત્વાર્થસૂત્ર, નવતત્વ પ્રમુખ અનેક શાસ્ત્રમાં બતાવેલા છે તે દ્વારા પુનઃ આગળ વિચાર કરે. જેમકે જીવ નામના પદાર્થની સત્તા છે કે કેમ? તેને નિશ્ચય કરે તે પહેલું સત્યદદ્વાર, જ્યારે જીવ નામને પદાર્થ છે તે તેનું દ્રવ્ય પ્રમાણ અર્થાત્ સંખ્યા કેટલી છે? તેને નિર્ણય તે બીજું દ્રવ્યપ્રમાણુ દ્વાર. એ જીવ દ્રવ્યનું ક્ષેત્ર (અવગાહના ) કેટલું? તેની વ્યાખ્યા તે ત્રીજું ક્ષેત્રદ્વાર, જીવ દ્રવ્યને આકાશ પ્રદેશની સ્પર્શના કેટલી? તેનું સ્વરૂપ તે ચોથું સ્પશનાદ્વાર પાંચમા દ્વારમાં છવદ્રવ્યને કાળ કેટલે? તેને નિર્ણય, છઠ્ઠા દ્વારમાં જીવદ્રવ્યનું અંતર કેટલું? તેની ચર્ચા,