________________
યુગદષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
લલકારથી નવજાગૃતિ આવી. ધર્મ એ માનવીને બધાં ક્ષેત્રોમાં આદરવાની, આચરવાની વસ્તુ છે અને સમાજના બંધિયાર પાણી ધર્મને ખપતાં નથી. ધર્મ સૌ કોઈ માટે છે અને સામાન્ય માનવી પણ ધર્મ આચરી શકે છે એની પ્રતીતિ મહારાજશ્રીએ કરાવી. ગોડવાડમાં નવજાગૃતિના પ્રથમ દુંદુભિ વાગી ચૂક્યાં હતાં.
પંજાબમાં ચૌદ-પંદર વર્ષના ગાળા બાદ પ્રવેશતા મુનિશ્રીવલ્લભવિજયનું હોશિયારપુરની જનતાએ અભૂતપૂર્વ સ્વાગત કર્યું. લાલા દૌલતરામે એકસો સોનામહોરોનો સાથિયો કરી મહારાજશ્રીની વંદના કરી. પંજાબના શ્રીસંઘે અભિનંદન પત્ર આપ્યું. આના જવાબમાં તા. ૨–૩–૧૯૨૨, સંવત ૧૯૭૮ના ફાગણ શુદિ પાંચમે મહારાજશ્રીએ “આત્માનંદ જૈન કોલેજનું સ્વપ્ન રજૂ કર્યું. એ જ દિવસે પંજાબ મહાવિદ્યાલય માટે પંજાબના સંઘે ફંડ કર્યું અને બે લાખ રૂપિયા જોતજોતામાં લખાઈ ગયા. ભારતભૂષણ પંડિત મદનમોહન ભાલવિયા સાથે અર્ધા કલાક સુધી વિચાર-વિનિમય કર્યો.
રાષ્ટ્રીય આંદોલનનો દેશમાં યુગ હતો. તિલયુગ પૂરો થયો હતો અને મહાત્મા ગાંધીજીના હાથમાં રાજકીય પ્રવૃત્તિનું નેતૃત્વ આવતું હતું. પહેલા વિશ્વયુદ્ધના અંત બાદ જનતાની આશાઓ ઠગારી નીવડી અને રાષ્ટ્રમાં ભારે અશાંતિ થઈ ગઈ. સ્વદેશીની હિલચાલ દેશમાં શરૂ થઈ. મહાત્મા ગાંધીજીએ સમગ્ર ભારતમાં નવજાગૃતિનું પૂર આપ્યું હતું. રેશમી વસ્ત્રોનો ત્યાગ કરી લોકો ખાદી અપનાવતા થયા હતા. મહારાજશ્રીએ બિકાનેરથી ખાદી અપનાવવાની શરૂ કરી. હોશિયારપુરના વ્યાખ્યાનોને પરિણામે અપવિત્ર કેસરનો ઉપયોગ ન કરવા વિશે, સ્વદેશી વસ્ત્રો અંગે તેમ જ બીજા અનેક ઠરાવો થયા.
હોશિયારપુરથી ફગવાડા થઈ ફિલોર વાટે મહારાજશ્રી લુધિયાણી પધાર્યા. ત્યાં પૂ. આત્મારામજી મહારાજની જયંતી ઊજવી, વિહાર કરી સં. ૧૯૭૮ના જેઠ વદિ છઠના દિને અંબાલા પધાર્યા. ત્યાં તેમણે છત્રીસમું ચોમાસું કર્યું. આ ચોમાસા દરમિયાન શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલની ભૂમિકા રચાઈ ગઈ અને પુસ્તકાલયની શરૂઆત થઈ ગઈ. ત્યાંથી મહારાજશ્રી પતિયાલા થઈ સમાના ગયા અને સં. ૧૯૭૯ના મહા શુદિ ૧૧ના રોજ પ્રતિષ્ઠા કરાવી. સમાનાથી નાણા થઈ માલેરકોટલામાં મહાવીરજયંતી ઊજવી મહારાજશ્રી હોશિયારપુર ગયા. સં. ૧૯૭૯નું આડત્રીસમું ચાતુર્માસ ત્યાં કર્યું.
હોશિયારપુરથી વિહાર કરી મહારાજશ્રી કાંગડાની યાત્રા કરી પાછા વિહાર કરી મિયાની, ઉરમદ થઈ જડિયાલામુરુ ગયા. ત્યાંથી અમૃતસર પધાર્યા અને ત્યાર બાદ લાહોર ગયા. સં. ૧૯૮૦નું ઓગણચાલીસમું ચાતુર્માસ લાહોરમાં કર્યું. શ્રી આત્માનંદ જૈન મહાસભાનું કાર્ય વેગવાન બન્યું હતું. લાહોરમાં પ્રતિષ્ઠા થઈ અને એ જ દિવસે મુનિ શ્રીવલ્લભવિજયજીને આચાર્યની પદવી અપાઈ. આચાર્યપદની પદવી માટે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, તથા શ્રી હંસવિજયજી, શ્રી સંતવિજયજી તથા શ્રી સુમતિવિજયજીની સંમતિ સંઘે મેળવી લીધી હતી. આ વખતે પંચોતેર શહેરના આગેવાન લોકો તેમ જ હજારોની માનવમેદની જામી હતી. બંને ઉત્સવો લાહોરના શ્રીસંઘે અપૂર્વ ભક્તિપૂર્વક કર્યા.
લાહોરમાં સં૧૯૮૧ના માગસર શુદિ પાંચમના દિવસે પંજાબના શ્રીસંઘે અભિનંદન પત્ર આપ્યું. મહારાજશ્રીની આચાર્યની પદવીની સાથોસાથ પન્યાસ સોહનવિજયજીને ઉપાધ્યાય પદ અપાયું. આ પ્રસંગે જામનગરથી પ્રવર્તક શ્રી કાતિવિજયજીએ મંગળ આશીર્વાદ પાઠવતો લાંબો પત્ર મોકલ્યો હતો, જેમાં તેઓશ્રીએ જણાવ્યું કે, “આપ ગુમહારાજની સેવાભક્તિમાં નિરંતર રહ્યા છો, પંજાબમાં મહારાજસાહેબરૂપી સૂર્યનો અસ્ત થયા પછી તે ક્ષેત્રોમાં તમારા હાથે અનેક પ્રભાવજનક શુભકાર્યો થયાં છે, તથા નિરંતર ભ્રમણ કરીને ઘણી ઉન્નતિ કરી છે. આ બધાંથી આકર્ષિત થઈને શ્રીસંયે આપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org