________________
ચિત્ર-પરિચય
૧૭૩
આકૃતિ ખંડિત થઈ ગઈ છે. છતાં એમ લાગે છે કે ચારેયને કળાકારે કંઈ ને કંઈ કાર્યરત બનાવી સેવા અને ઉપાસનાનો એક ભાવવાહી આદર્શ રજૂ કર્યો છે. એમાં જે બે આકૃતિઓ અખંડ દેખાય છે તેમાં એક ઊભી ને બીજી બેઠી છે. બી આકૃતિ ઊભવાના કોઈ સાધન ઉપર ઊભા રહીને પોતાનાં પૂજય સાધ્વીજીની વાસક્ષેપથી પૂજા કરતી હોય તેમ લાગે છે. શિ૯પીએ તેની ઊભવાની પદ્ધતિ ખૂબ જ આકર્ષક અને વિનયભાવભરી બતાવી છે. મુખ ઉપર પૂજા અને ભક્તિનો ઊંડો ભાવ વ્યક્ત કર્યો છે. તેને સવસ્ત્ર બનાવી મૂર્તિમાં ઉત્તરીય વસ્ત્ર જે ખૂબીથી નાખ્યું છે તે શિલ્પકળાના ગૌરવમાં સવિશેષ ઉમેરો કરે છે. એ કૃતિ કોઈ અગ્રણી ભક્તશ્રાવિકાની સંભવે છે. સાધ્વી મૂર્તિના પલાંઠી વાળેલા ડાબા પગ નીચે, ઘૂંટણિયે પડેલી જે ઉપાસિકા બતાવી છે તેના મુખ ઉપર શિલ્પીએ આંતરભક્તિભાવ અને પ્રસન્નતાનું મનોરમ દશ્ય બતાવ્યું છે. મૂર્તિ ઉપર તીર્થંકરની એક પ્રતિમા પણ ઉપસાવી કાઢી છે.
આ શિલ્પનું સમગ્ર દર્શન એટલું આકર્ષક અને ભાવવાહી છે કે જેથી આપણે પ્રાપ્ય સાધ્વીમતિશિલ્પમાં આને સર્વશ્રેષ્ઠ તરીકે સહેજે બિરદાવી શકીએ.
પણ ખેદની વાત એટલી જ કે કળા અને સૌંદર્યના જ્ઞાનરસથી અનભિજ્ઞ અને શુષ્ક એવા વહીવટદારોએ તે મૂર્તિ ઉપર પ્રમાણથી વધુ મોટા અને મેળ વિનાના બાઘા જેવા ચક્ષુઓ, મોટી ભ્રમરો, નવે અંગે તદ્દન બિનજરૂરી મોટા ચાંદા જેવા ટીકાઓ ચોટાડી મૂર્તિની સુંદરતા અને ભવ્યતામાં ભારે ઊણપ આણવા સાથે કદ્રુપતાનાં દર્શન કરાવ્યાં છે.
મૂર્તિ નીચે:- વિ. . ૨૨૫ ર્તિ વધે ?? શુ મતિજીની મૂર્તિ [] . આ પ્રમાણે લેખ કોતરેલો છે. આ મૂર્તિ ગુજરાત-પાટણના અષ્ટાપદજીના મંદિરમાં છે.
ચિત્ર ન. ૩: આરસપાષાણુની સાધ્વીજીની મૂર્તિ : સાધ્વીજીની આ મૂર્તિ પોતાના મસ્તક ઉપર રહેલી સ્વઆરાધ્ય જિન પ્રતિમાને નમસ્કાર કરવા ભદ્રાસન પર પ્રવચન (3)મુદ્રાએ હાથ જોડીને બેઠેલાં હોય તેવો ભાવ રજુ કરે છે. તેઓ સવસ્ત્ર છે. તેમની ડાબી બાજુએ દીક્ષિત અવરથા સૂચક અને અહિંસા ધર્મના પ્રતીક સમાન રજોહરણ–ઓધો દેખાય છે, જેની દાંડી હાથના કાંડા ઉપર થઈને ઠેઠ ઉદર ભાગને સ્પર્શલી છે. ડાબા હાથની કોણી નીચે લટકતો વસ્ત્રનો છેડો દેખાય છે. અને શિલ્પકામ સ્થલ પદ્ધતિનું ગ્રામીણ ઢબના મિશ્રણવાળું છે. આમાં પણ વહીવટદારોએ નવાગે ટીકાઓ નિરર્થક ચોડ્યા છે.
જનતાની અજ્ઞાનતાને કારણે માતર તીર્થની આ મૂર્તિ “શ્રી ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીરને ભરતક ઉપર ધારણ કર્યો છે” એ રીતે જ વર્ષોથી ઓળખાતી ને પૂજાતી હતી. પણ બે વરસ પર મારું ત્યાં જવાનું થતાં આ ભ્રમ દૂર કરાવ્યો અને એ પ્રતિમાજીને બાજુમાંથી ઉઠાવી સન્મુખ પધરાવવા સૂચન કર્યું હતું. તેની નીચેના શિલાલેખમાં વિ. સં. ૨૨૬૮નો ઉલ્લેખ છે ને માર્યારિરિ એવું નામ છે. સમયના અભાવે ને લેખની વધુ અસ્પષ્ટતાને કારણે સંપૂર્ણ લેખ લઈ શકાયો નથી. આ મૂર્તિ ગુજરાતના ખેડા પાસેના માતર તીર્થની છે.
ઉપરની ત્રણેય મૂર્તિઓ એક જ સૈકાની અને વળી આદિ, મધ્ય અને અન્તના ભાગની છે.
મુનિશ્રી યશોવિજ્યજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org