________________
ચિત્ર-પરિચય
૧૭૧
ચિત્ર નં. ૧૩: દ્વારિકા નગરી તથા સમવસરણ: આબુના લૂણવસહીની દેરી નં. ૯ના બીજા ગુમ્બજની છતમાં દ્વારિકા નગરી, ગિરનાર પર્વત અને સમવસરણનો ભાવ છે. છતની વચ્ચે સમવસરણ છે. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ વગેરે મૂળનાયક શ્રી નેમિનાથજી ભગવાનના દર્શન માટે જતા જણાય છે. એક ખૂણામાં સમુદ્ર, ખાડી, જળચર જીવો, વહાણ, જંગલ અને મન્દિરો છે. આ દેખાવ દ્વારિકા નગરીના બંદરનો છે. એક બાજુ ખૂણામાં એક પર્વત ઉપર ચાર શિખરબંધ મન્દિરો, નાની દેરીઓ, વૃક્ષો અને બહાર ભગવાન કાઉસ્સગ્ન ધ્યાને ઊભા છે. આ ગિરનાર પર્વતનો ભાવ છે.
ચિત્ર નં૧૪: સહસ્ત્રફણા પાર્શ્વનાથનો પાષાણપટ : રૈલોક્ય દીપિકા યાને ધરણવિહાર નામે પ્રસિદ્ધ નલિની ગુમના કળાકૌશલ્યના આદર્શ નમૂનારૂપ મન્દિર શ્રી ધરણાશાહે પંદરમા સૈકામાં બંધાવેલ છે. રાણકપુરના આ જિન પ્રાસાદમાં એક મોટો સહસ્ત્રફણા પાર્શ્વનાથનો પટ છે. સૂર્યની આકૃતિ વચ્ચે નાગિણીઓ સાથેનું આ એક પ્રકારનું સંયોજિત ચિત્ર નાગના જુદા જુદા નાગપાશથી અલંકૃત થયેલ મનોહર દશ્ય રજૂ કરે છે. આ પટ વિ. સં. ૧૯૦૩માં પ્રતિષ્ઠિત થયેલ છે. તેની કારીગીરી જોતાં લાગે છે કે વિક્રમ સંવત ઓગણીસમી સદીના અંત સુધી પણ ગુજરાત-મારવાડમાં શિલ્પકળાની સારી પરંપરા જળવાઈ હતી. આવો સહસ્ત્રફણા પાર્શ્વનાથ પાષાણુટ ભારતમાં બીજે ક્યાંય નથી.
ચિત્ર ને, ૧૫: પાષાણ પર કોતરેલ નન્દીશ્વર દ્વીપ: આ નન્દીશ્વર દ્વીપની રચના દેખાડતું પાષાણ ઉપર કોતરેલું શિ૯૫ છે, જે નન્દીશ્વર દ્વીપના પટના નામથી ઓળખાય છે. આ પટ ઘણો મોટો છે અને ધરણશાહના બંધાવેલા રાણકપુરના ચૌમુખજીના વિખ્યાત મન્દિરમાં છે.
વાસ્તવમાં આમાં નન્દીશ્વર દ્વીપના બાવન જિનાલય જ રજુ કરવાનો પ્રયત્ન થયો છે. દ્વીપના વર્ણન મુજબ એની ભૌગોલિક રચના બતાવી નથી એટલે “નન્દીશ્વર દ્વીપ બાવન જિનાલય પટ” કહી શકાય. આ પટ બનાવવામાં કળાકારે સુન્દર કારીગીરી બતાવી છે.
ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ
TAી'
R
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org