________________
યક્ષપૂજાની ઐતિહાસિકતા
૧૦૧ મન્દિરમાં એક ગોખલામાં બેસાડેલી છે. ટૂંકમાં તીર્થંકરોના પરિકરો સિવાય પણ, યક્ષોની કેટલીક સ્વતંત્ર પ્રતિમાઓ પ્રાચીન અર્વાચીન મન્દિરોમાંથી મળી આવી છે, જે યક્ષપૂજાના પ્રચારની પ્રતીતિ આપે છે. આ સંપ્રદાયે યક્ષપૂજા અપનાવ્યા છતાં, યક્ષોના સ્વતંત્ર વિગ્રહો અપસ્વલ્પ મળી આવ્યા છે. તેનું મુખ્ય કારણ તે બધા પરિવાર દેવ તરીકે સંપ્રદાયમાં સ્વીકાર્ય બન્યા હોવાથી, મૂળ નાયકોના પરિકારોમાં જ તેમને સ્થાન આપતાં તેમનાં સ્વતંત્ર મન્દિરો, કે વિગ્રહો બનાવવાની પરંપરા ઊતરી નહિ હોય એમ સમજાય છે. આગળ જણાવેલ યક્ષોની સ્વતંત્ર પ્રતિમાઓ પણ, ખાસ કરીને મૂળ નાયકના પરિવાર દેવ તરીકે, અગર કેટલેક સ્થળે તે યક્ષો પ્રત્યે અપૂર્વ શ્રદ્ધાના કારણે તેમની ઉપાસના માટે તેના ઉપાસકોએ મન્દિરમાં પધરાવી હશે એમ લાગે છે.
યક્ષરાટ તરીકે વધુ પ્રસિદ્ધ થયેલ મણિભદ્ર યક્ષની કેટલીક પ્રતિમાઓ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રાંતમાંથી મળી આવી છે. આ પૈકી પદ્માવતીથી પ્રાપ્ત ભગ્રશિરવાળી મૂર્તિ ગ્વાલિયરના પ્રદર્શનમાં મકેલી છે. આ સિવાય સિરોહી રાજ્યના લાજ, મઢાર અને માલણ ગામોમાં, પિંડવાડા તહેસીલના બ્રાહ્મણવાડા તીર્થમાં, પાલણપુરથી આઠ ગાઉ દૂર મગરવાડા ગામમાં, વિજાપુર તાલુકાના આગલોડ ગામમાં, દીવના એક જૈન મન્દિરમાં અને પ્રભાસ પાટણના તપાગચ્છીય ઉપાશ્રયમાંથી આ યક્ષની કેટલીક મૂતિઓ મળી આવી છે. યક્ષોની કેટલીક ધાતુપ્રતિમાઓ પણ જૈન મન્દિરમાં કે ઘર મદિરોમાંથી મળે છે. પાટણના ગોવર્ધનધારી મન્દિરમાં યક્ષની એક પ્રાચીન ધાતુ પ્રતિમા છે. જે કલાની દૃષ્ટિએ અનુપમ હોવાનું તેના ભાસ્કર્થ ઉપરથી જણાય છે. આ પ્રતિમા વસ્તુપાળના વંશજ પથડના પુત્ર સુહા સં. ૧૩૫રમાં બનાવી હોવાનો તેની પાછળ લેખ કોતરેલો છે. ૨૭ આવી પ્રતિમાઓ જૈન સમાજમાં યક્ષો પાસને વધુ લોકપ્રિય બની હોવાની પ્રતીતિ આપે છે. २७. सं. १३५२ वर्षे कार्तिक सुद ११ गुरौ सा. पेथड सुत सुहाकेन...गतिरूपनेन मूर्तिकारावियं
-
its '
:
?
f, oro/iV
કરો !
જિી
-
* કક
કાવાવ
II.
3
R
;
T
-
Nો
ZN
*
'
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org