________________
૧૩૬
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
વડોદરાની નરસિંહજીની પોળમાં પ્રસિદ્ધ ઝવેરી કુટુંબના સંગ્રહસ્થો શ્રીયુત કુમારપાળ લાલભાઈ ઝવેરી તથા શ્રી સત્યેન્દ્ર અંબાલાલ ઝવેરી એમણે પોતાનો લેખભંડાર પ્રા. મંજુલાલ ર. મજમુદારને બતાવ્યો. તેમાંથી આ નીચેનો દસ્તાવેજ ઐતિહાસિક તેમ જ સામાજિક દૃષ્ટિએ ખૂબ અગત્યનો જણાતાં પ્રા. મજમુદારે પ્રસિદ્ધિમાં મૂકવા માટે માગી લીધો હતો અને તેમણે તે મને બતાવીને ખૂબ ઉપકાર કર્યો છે. એમના સૌજન્યથી જ આ લેખ પ્રસિદ્ધ થઈ શકે છે.
વડોદરાનો સવંત ૧૮૪૮ને દસ્તાવેજ માનાજીરાવ ગાયકવાડનો સિક્કો
સંવત ૧૮૪૮ના શ્રાવણ વદિ ૧૧ વાર ભોમે દીને કએ વડોદરાના શેઠ મહાજન સમસ્ત જોગ તથા કસએ મજકુરનાં ખાટકીના મહેતર ફજીરતા૨જી તથા જમાલ લાલન તથા કમાલનુરણ તથા રહીયા રુ તથા એહમદ નસીર તથા મીઆજી કાસમ તથા રાજે મહમદજી વગેરે ખાટકી પંચ સમસ્ત. જત અમે સરવે મલીને રાજીરજાનંદ થઈને માહાજનને લખી આપીએ છીએ જે આજ પુઠી વરસ ૧ મધે માસ ૧ શ્રાવણનો તહેના દીન ૩૦ તથા બારે માસની એકાદશી ૨૪ તથા બારે માસના સોમવારે ૪૮ તથા પચુસણના દિવસ તે શ્રાવણ સુદ-૧થી તે ભાદરવા સુદ-૧૨ લગી, તથા મોહોટી શીવરાત ૧ તથા શમનોમી ૧, એટલા દિવસ અમો વની હંસા કરીએ તથા અમારી કસબ કરીએ તો સરકારના તથા મહાજનના ગુનૈગાર, ને ખૂન ૧ જનાવરનું કરીએ તો ગુર્નેગારી રૂ. ૨૭૦૧ અંકે સતાવીશે ને એક પુરા સરકારમાં ભરીએ ને કોઈને રૂ૫ઈઆ ન મલે તો તેનાં ઘરબાર ખાલસાઈથાએ તથા નાક કાન કપાએ—એ પરમાણે અમારી પેઢી દર પેઢી જાવો-અંદર દીવાકર પાલીએ એ પરમાણે અમો સરવે પંચ મલીને રાછરજાલંદ થઈને મહાજન સમસ્તને લખી આપુ છે, તથા ઈદનો દિવસ એટલા અણીજામાંહાં આવે તો સરકારનો હુકમ લેઈને દિવસ ૨ બે કામ કરીએ, એ લખુ બાપના બોલ સાથે પાલીએ.
- - --
સાખ
અત્ર
1 મત ૧ અત્ર [ ખાટકી પંચ સમસ્ત ]
[ મહાજનની સહીઓ ] એકંદરે અહિંસાના દિવસ વર્ષમાંથી ત્રીજા ભાગના થવા જાય છે.
ઉપર ગણાવેલા અણુંજાના દિવસોમાં જૈન અને હિંદુ જનતાના બન્ને વિભાગોના મુખ્ય મુખ્ય પવિત્ર ગણાતા દિવસોનો સમાવેશ થયેલો છે એ ધ્યાન ખેંચનારી બીના છે.
એકંદરે આ બન્ને લેખનું સાંસ્કૃતિક મહત્વ પણ ધ્યાનમાં લેવા જેવું છે.
1 41
:
'Eas
As
es'
ti):
પોક લાડના પાન
allur
g
h
telliotlily,
imTITUTENT" "
કરવા IItlal'A' Indian Filies
III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org