________________
જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા
( આર્યાં )
મચકુંદ ચંપમાલઈ, કમલાઈ પુક્રપંચ વણ્ણાઈ જગનાહ ન્હવણુ સમયે, દેવા કુસુમાંજલિ દીતી. ( વીરવિજય સ્નાત્રપૂજા )
આમાં પણ સ્નાનનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કુસુમાર્પણ વિધિનો પણ ઉલ્લેખ છે. એ વિધિમાં વિશેષતઃ તો ફૂલોની નામાવિલ આવતી.
કેટલાક જૈનપદપ્રકારો અન્ય જૈનેતર પદપ્રકારોની જોડે તદ્દન મળતા આવે છે અને બન્ને પ્રકારોમાં બાહ્યદષ્ટિએ કશો ભેદ નથી હોતો. ભેદ માત્ર, જે દેવની સ્તુતિ હોય તેનાં નામનો હોય છે. બાકી અન્ય રીતે એટલી બધી જૈન અને જૈનેતર પદપ્રકારમાં આપણુને સમાનતા જડે છે કે જો દેવોનાં નામની અદલબદલ કરીએ તો એ પ્રકાર જૈનસાહિત્યનો છે કે જૈનેતર સાહિત્યનો છે તે વરતાય નહિ. આવો પ્રકાર આરતીનો છે. આરતીની વિધિ જૈન, વૈષ્ણવ, શિવ, માતા બધા મંદિરોમાં સમાન હતો. એટલું જ નહિ, પણ બધે એક જ શિરસ્તા પ્રમાણે આરતી ઉતારાતી. એટલે બન્ને પ્રકારનાં મંદિરોની જરૂરિયાત પૂરી પાડવા માટે આરતીનો પદપ્રકાર ઉદ્ભવ્યો. મહાવીરસ્વામીની નીચેની આરતી કાંઈક વિશિષ્ટ હોવાથી આપી છે.
Jain Education International
મહાવીર સ્વામીની આરતી
જયદેવ જયદેવ જયસુખના સ્વામી પ્રભુ (૨)
તુજને વંદન કરીએ (૨) ભવભવના ભામી જયદેવ જયદેવ.
જગરાયા — - જયદેવ જયદેવ.
સિદ્ધારથના સુત, ત્રિશલાના જાયા પ્રભુ (૨) જશોદાના છે કંથજી, (૨) ત્રિભુવન બાળપણામાં આપ ગયા રમવાને કાજે દેવતાએ દીધો પડછાયો (૨) ખીવરાવા એકવારનું રૂપ લીધું છે નાગનું પ્રભુ (૨) બીજીવારનું રૂપ (૨) લીધું છે બાળકનું ~ જયદેવ જયદેવ. બાળક બીના સહુ પોતે નથી ખીના પ્રભુ (૨) દેવતાનું કાંઈ નવ ચાલ્યું, (૨) હારી જતા રહેતા, ~~~~ જયદેવ જયદેવ.
એવા છે ભગવાન, મહાવીર તમે જાણો પ્રભુ (૨) વન્દે છે . સહુ તેને (૨) નમે રાયરાણો
પ્રભુ (૨)
કાજે જયદેવ જયદેવ.
૪૭
= જયદેવ જયદેવ.
અહીં ‘ જયદેવ ’ ‘ જયદેવ ’નું ધ્રુવ ઉચ્ચારણ, એક પંક્તિના ઉત્તરાર્ધનું અને એક પંક્તિના પૂર્વાર્ધનું એ બે વાર ઉચ્ચારણ, એ બધા જૈનેતર તેમ જ જૈન આરતીના પદના બાહ્ય સ્વરૂપનાં સમાનતત્ત્વો છે. અને મહાવીરને બદલે માત્ર નામો બદલીને કૃષ્ણને માટે પણ આ આરતી ચાલી શકે એટલી સમાનતા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org