________________
સોલંકી રાજવીઓનો ત્યાગધર્મ
૯૫
કર્યું હતું. તેણે ધનની, સુખ-વિલાસની અને અનેક સંસારી વસ્તુઓની આસક્તિ વ્રતગ્રહણુ દ્વારા છોડી હતી. તે મૃત્યુ સુધી રાજા રહ્યો પરંતુ તેનું જીવન સંયમવડે શ્રેયોમાર્ગનું આરાધક નીવડયું હતું એમ જણાઈ આવે છે.
કુમારપાળ પછીના સોલંકી વંશના રાજવીઓમાં ત્યાગધર્મનું આરાધન ઉત્તરોત્તર ઘટતું ચાલ્યું હતું. માંહોમાંહેના સંઘર્ષણથી તેઓ ધસાવા લાગ્યા હતા અને જીવનકલહમાં દટાઈ રહેવાથી સોલંકી વંશની
ઊતરતી કળા આવી હતી.
રાજા રાજ્ય કરે, યુદ્ધો કરે, હિંસા કરે, પીડન કરે અને રસથી અનેક પ્રકારનાં સુખો માણે; એવો રાજવી વૃદ્ધ થાય, રાક્તિ ઘટે, ઇંદ્રિયો શિથિલ બને, વિલાસની તૃપ્તિ અનુભવે અને પછી પુત્રને રાજ્ય સોંપી વાનપ્રસ્થ થાય, તાપસ અને, કિંવા સંન્યાસી બની એકાકી જીવન ગાળે અને છેવટે મૃત્યુ પામે : તે શું બહુ મહત્ત્વની ઘટના છે? પહેલાં પાપ કરવું અને પછી પાપનાં પ્રક્ષાલનનાં સત્કાર્યો કરવાં એ શું દંભાચરણ નથી ? આવા પ્રશ્નો સોલંકી રાજવીઓ પૂરતા ઉપસ્થિત થતા નથી, તે પૂર્વે અને તે પછી થયેલા અનેક રાજવીઓ અને ઈતર વ્યક્તિઓને તે સ્પર્શે છે, કે જેમણે ઉત્તર જીવનમાં વાનપ્રસ્થ થવાનું કે સંસાર ત્યજી તોમય જીવન ગાળવાનું ઈષ્ટ માન્યું હતું.
ત્યાગ ત્યારે જ ત્યાગ છે કે જ્યારે માનવી સિદ્ધિ-સમૃદ્ધિ સંપાદન કરનાર, પરાક્રમી કે વીરત્વશાલી હાય અને એ તરફ આસક્તિ ન રાખતાં તેનો ત્યાગ કરવા તત્પર બને. ત્યાગનું એ ઉચ્ચ બિંદુ છે. અસમર્થ કે અશક્તિમાનનો ત્યાગ તે ત્યાગના નામને યોગ્ય જ લેખાય, તે નિયિત્વ કહેવાય. સ્વાભાવિક રીતે રજ તમ-સત્ત્વના સંમિશ્રણરૂપ મનુષ્ય જીવનમાં પોતાના તેજને સ્ફુરાવવા લાગે છે. એ સ્ફુરણા દ્વારા કરેલી સિદ્ધિ કે પ્રાપ્ત કરેલી સમૃદ્ધિ પરની તેની આસક્તિ ત્યારે જ છૂટે છે—ઘટે છે—કે જ્યારે તેનો સત્ત્વગુણુ ઉદયમાં આવે છે, પ્રિય વસ્તુની પ્રાપ્તિ કરતાં પ્રાપ્ત વસ્તુ પ્રત્યેનો રાગ ધટે છે અને તેનો ત્યાગ કરવામાં રસ જાગે છે; એ રીતે તેને શ્રેયસ્નો—આત્મકલ્યાણનો પથ સાંપડે છે. પૂર્વકાળે જે જે રાજવીઓએ—જૈનો
કે જૈનેતરોએ—પરાક્રમો કર્યો છે અને પછી સંસારનો કે સુખસમૃદ્ધિનો ત્યાગ કર્યો છે તે પ્રેય અને શ્રેયનો સમન્વય છે અને આત્મકલ્યાણાર્થે કરાતા એકાંત સંસારત્યાગ કરતાં ઓછો મહત્ત્વનો નથી.
Jain Education International
000000
aapdabad
acco
For Private & Personal Use Only
www.jainelibrary.org