________________
ભાવલિંગનું પ્રાધાન્ય
જ્ઞાની પુરુષોના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા અવંચક હોય અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર ક્રિયાના આચરનારા હોય, તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી તો “કલિંગી” વેષધારીઓ છે. આમ તે જાણતા હોઈ મુખ્યપણે તેવા સાચા ભાવયોગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમનાં આદર–ભક્તિ કરે છે.
“આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે...વાસુપૂજ્ય. આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે...શાંતિ જિન.”
- શ્રી આનંદઘનજી
“આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમકૃત, સર લક્ષણ યોગ્ય.” આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુલગુરુ કલ્પના, આત્માથી નહીં જોય.”
– શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ
“નં સંમંતિ વાસ૬, તે મોળંતિ
સહું ”
– શ્રી આચારાંગ સૂત્ર
“કારજ સિદ્ધ ભયો તિનકો જિણે,
અંતર મુંડ મુંડાય લિયા રે.”
– શ્રી ચિદાનંદજી
“ધન્ય તે મુનિવરા , જે ચાલે સમ ભાવે;
ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા ના...ધન્ય મોહપક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે જે વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા...ધન્ય”
- શ્રી યશોવિજયજી
અન્યના
આવા ભાવસાધુને જ મુખ્યપણે લક્ષગત રાખી અને આનંદઘનજીએ “પાતક ઘાતક” એવા સુચક શબ્દપ્રયોગ કર્યો છે. “પાતક ઘાતક” કોણ હોઈ શકે? જેણે પોતે પાપનો ઘાત કર્યો હોય તે જ
અન્યના પાપનો ઘાતક હોઈ શકે, પણ પોતાના પાપનો ઘાત નથી કર્યો પાતક ઘાતક સાધુ એવો જે શ્રીઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સત્રમાં વર્ણવેલ “પાશ્રમણ કેવા હોય? હોય તે પાતકઘાતક કેમ હોઈ શકે? એટલે એવા પાપશ્રમણની વાત તો
કયાંય દૂર રહી ! જેણે પાપનો ઘાત-નાશ કર્યો છે એવા નિષ્પાપ પુણ્યાત્મા સાધુ, કલ્યાણસંપન્ન પુણ્યમૂર્તિ સાચા સંતપુરુષ જ પાતકઘાતક હોય. આવા સતપુરુષ દર્શનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org