________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ હતા. પણ કાળના પરિબળોએ સર્જેલી સ્થિતિમાં ધર્મ સ્થાપિત હિતોનો પુરસ્કર્તા બની ગયો હતો. કાળનો પ્રભાવ વિચિત્ર રીતે પડ્યો હતો અને મધ્યમ વર્ગ અજાગ્રત હતો. સમાજના નેતાઓને સમાજના વ્યાપક પ્રશ્નોનો જોઈએ તેવો ખ્યાલ નહોતો અને ધર્મનો અર્થ બહુ સંકુચિત બની ગયો હતો સારાય સમાજમાં એ રીતે અજ્ઞાને જન્માવેલી અવદશા હતી. બધે જ માત્ર વણિકવૃત્તિ કામ કરતી હતી.
આવી પરિસ્થિતિમાં હવે ફેરફાર થયો. રાજકીય ક્ષેત્રે આવેલી નવજાગૃતિની સાથે ધર્મક્ષેત્રમાં વ્યાપક પ્રચાર કરવાનું શ્રેય આચાર્યશ્રીને ફાળે જાય છે. આચાર્યશ્રી સ્પષ્ટ કહેતાઃ
મારા જીવનના ત્રણ મુખ્ય આદર્શો: આમાં પહેલું આત્મસન્યાસ, બીજું જ્ઞાન-પ્રચાર અને ત્રીજી શ્રાવક-શ્રાવિકાઓનો ઉત્કર્ષ.” આચાર્યશ્રીએ આ ત્રણ આદર્શોને માટે જીવનની પ્રત્યેક પળનો ઉપયોગ કરી જીવનને ધન્ય બનાવ્યું છે અને એક અનુપમ પ્રેરણાત્મક જીવનદર્શન જનતા સમક્ષ મૂક્યું છે. આચાર્યશ્રીનું જીવન-કવને સ્પષ્ટ રીતે ખ્યાલ આપે છે કે સતત આત્મજાગૃતિ સાથે જૈન નેતાઓ જે સમાજની સેવા માટે પ્રયત્નો કરે તો એ સંગીન કાર્ય કરી શકે અને સમાજને એમની પ્રવૃત્તિ લાભદાયી થાય! વળી જૈન શ્રમણે માત્ર પોતે માની લીધેલી અસંસારિક બાબતોમાં જ જૈન સમાજને દોરે એ ન ચાલે. કારણ કે શ્રમણોનો એક મોટી ભાગ તો સમાજના એક ભાગ તરીકે જ જીવન વ્યતીત કરી આરાધના કરે છે. આ શ્રમણ-સમુદાય તત્કાલીન સમાજમાં જે પરિવર્તનો આવતાં હોય તેની અવજ્ઞા ન કરી શકે. આથી શ્રમણ-સમુદાયનું એ કર્તવ્ય બને છે કે જૈન ધર્મની ઉચ્ચ પ્રણાલિકા જાળવી સમાજના કલ્યાણ માટે પ્રયત્નો કરવા અને સમાજને ઉત્કર્ષના માર્ગે લઈ જવો. પ્રથમ ધર્મ કે પ્રથમ સમાજ એ પ્રશ્ન કેટલાંકને મૂંઝવે છે, પણ એ વસ્તુ સ્પષ્ટ છે કે બંનેને એકબીજાના પૂરક તરીકે ગણીને શ્રમણે આગળ ધપવું જોઈએ તથા કાર્યક્ષેત્રમાં બંનેનો સમન્વય કરવો જોઈએ. એમ કરીને કાળના આવતા આક્રમણ સામે શ્રાવક-શ્રાવિકાઓનો બચાવ કરવો જોઈએ. આચાર્યશ્રીનું જીવન આપણને આવા સમાજકલ્યાણવાંછુ આદર્શ શ્રમણ તરીકેનો દાખલો પૂરો પાડે છે. એઓશ્રી કહેતા કે આત્મમંગળની આરાધના કરતાં શ્રમણે સમાજ પ્રત્યેની પોતાની ફરજ ભૂલવી ન જઈ એ. આચાર્યશ્રીએ પોતે પણ આ બાબત પોતાની આગવી જવાબદારી છે એમ સમજી એ વસ્તુને પોતાના જીવને ફલિત કરી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ખ્યાલ રાખી એઓશ્રી જીવન જીવી ગયા અને અનેકોને ઉપકારી થયા.
અનાદિ સંસારના ક્ષય માટે ભગવાન મહાવીરે જૈન ધર્મના અનેક સિદ્ધાંતોનું પ્રરૂપણ કર્યું છે; અનેકાંતવાદની હિમાયત કરી છે; સંઘની સ્થાપના કરી છે અને ભાવિક જીવોને માર્ગદર્શન આપ્યું છે. શ્રમણ ભગવાન મહાવીરના શાસનને અનેક સદીઓ વીતી ગઈ છે. જૈન ધર્મનું સ્વરૂપ એનું એ રહ્યું હોવા છતાં એની આજુબાજુનું સ્વરૂપ બદલાઈ ગયું છે. પ્રભુ મહાવીરે જે સંદેશો આપ્યો છે તે સાચો છે પણ એ સંદેશો જીરવવો એ નાનીસૂની વાત નથી. કાળના પ્રવાહની સામે જઈ નિજાનંદમાં મસ્ત બનવું અને સમાજને ઉચ્ચ માર્ગે દોરવો એ વસ્તુ વિરલ માનવો જ કરી શકે. આચાર્યશ્રી આવા એક વિરલ પુરુષ હતા. જૈન ધર્મ અને વિજ્ઞાન - આચાર્યશ્રીના જીવન અને કવને બતાવ્યું છે કે ધર્મનું મૂળ નથી બદલાતું પણ એની આજુબાજુ ગૂંથાયેલી સમાજિક રૂઢિઓ અને રસમો બદલાય છે—બદલવી પડે છે. જૈન દર્શને સદીઓના ચિંતનથી જ્ઞાનોત્કર્ષમાં જે વિશિષ્ટ ફાળો આપ્યો છે તે હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થવા માંડ્યો છે, એટલે કે વિજ્ઞાન પણ હવે જૈન સિદ્ધાંતોની વાતો કબૂલ રાખતું થયું છે. ભારતીય વૈજ્ઞાનિક સ્વ. જગદીશચંદ્ર બોઝ વનસ્પતિમાં જીવ છે એ સાબિત કર્યું અને આખું જગત આજે તે માનતું થયું છે. જૈન ધર્મ આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org