________________
૧૦૨
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ દરરોજ એક પૈસે આપે
આ શું? એક પૈસો જ આપવાનો ? એક પૈસાથી શું થશે એમ તમને વિચાર થશે. સજજનો ! તમારા જેવા એક લાખ ભાઈઓ જે દરરોજ એક પૈસો આપે તો એક વર્ષમાં સાડાપાંચ લાખ રૂપિયા ભેગા થઈ જાય. ટીપે ટીપે સરોવર ભરાય તેમ પસે પૈસે રૂપિયાનું સરોવર ભરાઈ જાય. લક્ષ્મી ચંચળ છે. આપણને ખબર ન પડે તેમ તે જતી રહે છે. કરકસર કરી દરરોજ એક પૈસો બચાવો. હું તો માનું છું કે તમે દરેક દરરોજ એક પૈસો જરૂર બચાવી શકો. પૈસો બચાવો. બધાના પૈસા એકત્રિત કરી તે રૂપિયા તમારા સમ ભાઈઓને પગભર કરવાના કાર્યમાં લગાડો. સારો સ્વભાવ રાખો
કિનારે બેઠેલો સંન્યાસી તળાવમાં ડૂબતા વીંછીને બહાર કાઢીને બચાવે છે. તરત જ વીંછી સંન્યાસીને ડંખ મારે છે. કુંખ મારતાંની સાથે સંન્યાસીના હાથમાંથી છૂટીને વીંછી ફરીથી પાણીમાં પડી જાય છે. તેને ડૂબતો દેખી સંન્યાસી ફરીથી તેને બચાવે છે. સ્વભાવ મુજબ વીંછી ફરીથી ડંખ મારે છે. ફરી પાણીમાં બે છે. સંન્યાસી ફરીથી તેને બચાવે છે. આ દશ્ય જોઈ રહેલો કોઈ મુસાફર સંન્યાસીને પૂછે છે : “ આપ તેને શા માટે ફરી ફરી બચાવો છો ? ” સંન્યાસી પ્રત્યુત્તર આપે છે ! “ભાઈ વીંછી જે તેનો ડંખ મારવાનો સ્વભાવ છોડતો નથી, તો પ્રાણીમાત્રને દુ:ખમાંથી બચાવવાનો હું મારો ધર્મ કેમ છો ? ભલે કોઈ ખરાબ રવભાવવાળો ખરાબ કરતો જાય, પણ તમે સજજન હો તો તમારા સારા સ્વભાવને ન છોડવો જોઈએ.” સંગઠન સાધો
સૂતરનો એક દોરો જરાક ખેંચતાં તરત તૂટી જાય છે. સુતરના ખૂબ તાંતણા ભેગા કરી બનાવેલ દોરડું જાનવરોમાં મજબૂત ગણાતા હાથીને પણ બાંધી શકે છે. તમે જુદા જુદા બોલશો તો તમારો અવાજ કોઈ નહિ સાંભળે. બધા જે એક સાથે એક અવાજે બોલો તો તમારો અવાજ આખી દુનિયાને સાંભળવો પડશે. તમારા સંગઠિત અવાજથી અનેક ખરાબાઓનો નાશ થશે. એનાથી તમારા દરેક કામ સિદ્ધ થશે. બધા જોડે પ્રેમમય વર્તન કરો. એકબીજાના વિચાર સમજે. એકત્રિત થઈ સ્લા કાર્યો કરવા તૈયાર બનો. સંગઠનથી બધું શક્ય છે. સંગઠન આત્માના ઉદ્ધારનું સાધન છે. આત્માનો ઉદ્ધાર થવાથી મોક્ષના માર્ગે આગળ વધી શકશો. બ્રહ્મચર્યનો મહિમા
- બ્રહ્મચારીને જગત વંદન કરે. બ્રહ્મચારીના તેજથી બધા અંજાઈ જાય. ઉચ્ચ વિચારો, ધર્મશ્રવણ, ઉત્તમ પુસ્તકોનું મનન, સંયમ અને સતત ઉદ્યમી રહેવાથી વિષયવાસના શાંત પડે છે. શરીર, મન, બુદ્ધિ અને આત્માને પરમ શાંતિ મળે છે. બ્રહ્મચર્યનો મહિમા અપરંપાર છે. ગૃહસ્થ પણ સ્વદારાસંતોષી બની બને તેટલું વધુ ને વધુ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ત૫માં શ્રેષ્ઠ એવા બ્રહ્મચર્યનું મન, વચન અને કાયાથી પાલન કરનાર સાચો જૈન છે. સદબુદ્ધિ રાખો - જે બુદ્ધિ દ્વારા એકબીજા વચ્ચે મિત્રતા, સંપ અને એકતા થાય, ધર્મની ગાથાઓનું તત્વ સમજાય-સમજાવાય, સત્યની ઓળખ થાય, નમ્રતા વધે, સંયમમાં વૃદ્ધિ થાય, સેવાભાવી બનાય, ત્યાગવૃત્તિ આવે, ધર્મપ્રેમી થવાય, તે બુદ્ધિ. આવી બુદ્ધિ રાખી તમારા જીવનને સાર્થક કરો. સબુદ્ધિદ્વારા સમાજના ભલા માટે ઉદ્યમ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org