________________
જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કલ્પસૂત્રની
સુવર્ણાક્ષરી પ્રત શ્રી સારાભાઈ મણિલાલ નવાબ
કલ્પસૂત્રની હસ્તપ્રતોમાં સંગ્રહાયેલી કળાલક્ષ્મીનું દિગ્દર્શન કરાવવા જેનચિત્રકલ્પમ, જૈનચિત્રકલ્પલતા, ચિત્રકલ્પસૂત્ર, પવિત્ર કલ્પસૂત્ર, અષ્ટાન્તિકા-કલ્પસુબોધિકા વગેરે મારાં પ્રકાશનો દ્વારા યથાશક્તિ પ્રયત્ન મેં કરેલો છે.
જૈન મંત્રીઓ તથા જૈન શ્રીમાનોએ જેવી રીતે શિલ્પસ્થાપત્ય કલાને ઉત્તેજન આપેલું છે તેવી જ રીતે જૈન ધર્મના ધાર્મિક ગ્રંથોમાં ચિત્રો ચીતરાવીને ચિત્રકલાને પણ ઉત્તેજન આપેલું છે. આ વાત કલારસિકોના ધ્યાન બહાર તો નથી જ.
અત્યારસુધી કલ્પસૂત્રની સેંકડો સચિત્ર હસ્તપ્રતોનું મેં નિરીક્ષણ કર્યું છે, તેમાં અમદાવાદના જૈન ગ્રંથભંડારો પૈકીની બે સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતો વિશિષ્ટ પ્રકારની છે:
૧. અમદાવાદના દેવસાના પાડામાં આવેલા શ્રીદયાવિમલ શાસ્ત્રસંગ્રહની હસ્તપ્રત કે જેમાં સંગીતશાસ્ત્રના ગ્રામ, સ્વર, મૂછના અને તાલ વગેરે તથા આકાશચારી, પાદચારી, ભોમચારી, દેશચારી તથા નૃત્યનાં હસ્તલક્ષણો વગેરેને લગતાં નાટ્યશાસ્ત્રના લગભગ ત્રણસો ચિત્રપ્રસંગો આપવામાં આવેલા છે. આ પ્રમાણે સંગીત અને નાટ્યશાસ્ત્રના ચિત્રપ્રસંગો ઉપરાંત આ પ્રતની કિનારોમાં જુદી જુદી જાતની વેલબુટ્ટીઓ, અભિનયર્યા પ્રાણીઓ, સિંહ, હાથી, બળદ, મોર વગેરે પશુ-પક્ષીઓનાં વિવિધ ચિત્રો તથા કલ્પસૂત્રને લગતા વિવિધ ચિત્ર-પ્રસંગો બીજી કોઈ પણ હસ્તપ્રતમાં જોવામાં આવેલ નથી. વળી આ પ્રતમાં પશ્ચિમ ભારતની ચિત્રકલા સાથે સાથે ઈરાની ચિત્રકલા પણ જોવા મળે છે, જે તેની ખાસ લાક્ષણિકતા છે.
૨. અમદાવાદની સામળાની પોળમાં આવેલા શ્રી પાર્વચન્દ્રગચ્છના ઉપાશ્રયમાં આવેલા શ્રી ભ્રાતૃચન્દ્રસૂરિશ્વરજી જ્ઞાનભંડારમાં આવેલી સંવત ૧૫૧૬માં પાટણ શહેરમાં લખાયેલી સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાં જૈનોના ચોવીસ તીર્થકરો પૈકી ૧. શ્રી ઋષભદેવ, ૨૨. શ્રીનેમિનાથજી, ૨૩. શ્રી પાર્શ્વનાથજી તથા ૨૪. શ્રી મહાવીર સ્વામીજીના પૂર્વભવી તથા આ ચારે તીર્થકરોના મુખ્ય જીવનપ્રસંગો, પ્રતનાં પાનાંઓની ઉપરનીચેની કિનારોમાં તથા બંને બાજુના હાંસિયાઓમાં ચીતરેલા છે. .
આ લેખમાં પ્રસ્તુત સામેળાની પોળના ઉપાશ્રયની પ્રતનો પરિચય આપવાનું મેં યોગ્ય ધાર્યું છે.
કલ્પસૂત્રની આ સુવર્ણાક્ષરી પ્રત ઉપરોક્ત ભંડારની પોથી નં. ૨૮માં આવેલી છે. આ પ્રતમાં કુલ પાનાં ૧૧૮ કલ્પસૂત્રનાં છે અને ૧૦ પાનાં કાલકકથાનાં છે. કલ્પસૂત્રમાં ચિત્રસંખ્યા ૪જ છે અને કાલકકથામાં ચિત્ર ૧ છે. પ્રતના અંતે આ પ્રમાણે પુપિકાઓ છે:
કલ્પસૂત્રના અંતે સંવત્ ૨૬ વર્ષે શ્રાવણ સુદિ પંચમી સોમે વાછરેન જીમમૂયાત !
કાલકકથાના અંતે : સંવત્ ૧૬ વર્ષે શ્રાવળ મુરિ વૈશ્વમી સોમે આપને શીષર્મઘોષ છે પદ્માર વિ. મમીત્રાઉં પૂનારૂં છૂપતિ રિવારિત | છ ||
૧. આ બધા ચિત્રપ્રસંગો તેના વિરતૃત પરિચય સાથે મારા તરફથી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org