________________
શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો ૮૩ જે નગરમાંeઈ દાનશાલા, વિષધશાલા, ધરમશાલા, ગઢ મઢ મન્દિર પ્રકાર, ચુરાસી ચુટાંની હટશ્રેણિ, માંહઇ વસ્ત સંપૂર્ણ વરતઈ...
૧૩. દેવહર્ષકૃત “પાટણની ગઝલ” (સં. ૧૮૬૬) ખરતર ગચ્છને મુનિ દેવર્ષે સં. ૧૮૬૬માં “પાટણની ગઝલ” એ નામનું એક સ્થલવર્ણનાત્મક કાવ્ય રચ્યું છે. ગઈ શતાબ્દીને પાટણની સ્થાનિક પરિસ્થિતિ, નોંધપાત્ર સ્થળો તથા વિશિષ્ટ વ્યક્તિઓ આદિની માહિતી માટે આ રચના અગત્યની છે. એના અંતિમ પદ્ય-કલશરૂપ છપાની છેલ્લી બે પંક્તિઓમાં નીચે પ્રમાણે પંચાસરાના મન્દિરનો ઉલ્લેખ છે:
પાટણ જસ કીધો પ્રગટ જિહાં પાંચાસર ત્રિભુવન ધણી,
કવિ દેવહર્ષ મુખથી કહૈ કુશલ રંગલીલા ઘણી.” કલશમાં આ રીતે એકમાત્ર પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ કર્યો છે, એ પાટણનાં જૈન મદિરોમાં એનું મહત્ત્વ દર્શાવે છે.
૧૪. “પંચાસરા પાર્શ્વનાથ સ્તવન આ નામની બે સંક્ષિપ્ત ભાષાકૃતિઓ જાણવામાં આવી છે અને તે બન્ને વડોદરા જૈન જ્ઞાનમંદિરમાં પૂ. મુનિશ્રી હંસવિજયજીના શાસ્ત્રસંગ્રહમાં (પ્રતિ નં. ૩૩૯૪ અને ૪૫૧૫) છે. બન્નેય સ્તવનોમાં કર્તાનું નામ કે રસ્થા સંવત નથી, પણ લિપિ ઉપરથી સો-દોઢસો વર્ષ પહેલાં તે લખાયેલાં જણાય છે. પહેલું સ્તવન “પાસ પંચાસર ભેટ્યો હો, દૂખ મેચ્યો મુઝ ઘર આંગણે ” એ પંક્તિથી તથા બીજું સ્તવન ‘સુખકર શ્રીપંચાસરો પાસ, પાટણપુરનો રાજીઓ' એ પંક્તિથી શરૂ થાય છે. બન્નેમાંથી કોઈ ખાસ એતિહાસિક હકીકત મળતી નથી. આ પ્રકારનાં બીજાં પણ રતવનો તપાસ કરતાં મળી આવવા સંભવ છે.
૬. મારા વડે સંપાદિત, ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક', એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૪૮માં.
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org