________________
અમારિ પાલનના બે અપ્રકટ ઐતિહાસિક લેખો
૧૩૫
જૂનાગઢ ઉપરકોટનો સં. ૧૫૭ નો શિલાલેખ સવંત ૧૫૦૭ના માઘ શુદ સપ્તમી દિને ગુરુવારે જૂનાગઢના રા' મંડળિકે બૃહત તપાગચ્છના રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકના અવસરે, પંચમી, અષ્ટમી, ચતુર્દશી એટલા વિશેષ દિનોમાં સર્વ જીવની
અમારિ કરાવી. આ પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થતું હતું. આ સંબંધીનો મોટો શિલાલેખ જૂનાગઢના ઉપરકોટમાં છે.
"स्वस्ति श्री संवत १५०७ वर्षे माघसप्तमी दिने गुरुवार श्री राणाजी मेगलदे सुत राउलश्री महिपालदे सुत श्री मंडलिकप्रभुणा सर्वजीवकरुणाकरणतत्परेण औदार्य गांभीर्य चातुर्य शौर्यादि गुणरत्न रत्नसिंहसूरिणां पट्टाभिषेकावसरे स्तंभतीर्थवास्तव्य सा देवासुत हांसासुत राजकुलीन...समस्तजीवअभयदानकरण...कारकेण पंचमीअष्टमी-चतुर्दशीदिनेषु सर्वजीव अमारि कारिता। राजा...नंतर सिंहासनोपविष्टेन श्रीमंडलिकराजाधिपेन श्री अमारि प्राग् लिखित स्वहस्तलिखित श्रीकरिसहितं समर्थितं । पुरापि एकादशीअमावास्ये पाल्यमाने स्तः । संप्रति एतेषु पंचमी, अष्टमी, एकादशी, चतुर्दशी अमावास्यादिनेषु राजाधिराज श्रीमंडलिकेण सर्वश्रेयः कल्याणकारिणी सर्वदुरितदुर्गोपसर्ग निवारिणी सर्वजीवअमारि कार्य...चिरं विजयतां ।”
- આ પછીનો આ શિલાલેખનો ગુજરાતી ભાગ, સવંત ૧૫૦૭ના સમયના પ્રચલિત વ્યાવહારિક ગુજરાતી ગદ્યનો કીમતી નમૂનો પૂરો પાડે છે. એટલે જેટલું મહત્ત્વ એ ગદ્યના અર્થનું છે તેટલું જ તેના સ્વરૂપનું પણ છે તે ભૂલવા જેવું નથી.
- સવંત ૧૫૦૭ના રા' મંડળિકના ઉપરના સંરકત શિલાલેખમાંથી છેલ્લો ગુજરાતી ભાગ તે સમયના પ્રચલિત ગદ્યના દષ્ટાંતરૂપ છે. સંસ્કૃત લેખનો સાર એ છે કે માંડળિક (ત્રીજો) ગાદીએ બેઠો ત્યારે પાંચમ, આઠમ, એકાદશી, ચતુર્દશી ને અમાવાસ્યાના દિવસોમાં કોઈપણ જીવ ન મારવાની “મા”ની તેણે આજ્ઞા કરી હતી. આ આજ્ઞા ઉક્ત ફકરામાં આપી છે. પાછળના ભાગમાં મંડલિકના ગુણગાનના લોકો સંસ્કૃતમાં છે.
ગુજરાતી ભાગની પંદર પંક્તિઓ આ મુજબ છે :
“પ્રથમ શ્રેય ઈ જગતિ છવ તર્પિવા સહી, બીજા લોક સમસ્તિ જીવન વિણસિવા, લાકમાર અનિ ચિડીયાર સીંચાણક રહિં વિ આહેડા ન કરિવા, મોર ન મારિવા, બાવર ખાંટ તુરક એહે દહાડે જવ કોઈ ન વિણાઈ જિ મારસિ વધનિ મલેશિ, કુંભકાર પંચદિન નીમાડ ન કરઈ, છકો ઈ દીહિ એવી આણા ભંગ કરઈએ હgઈ રા” શ્રીમાંડળિક નાથણી આણા સવકણુઈ પાલિંવી, તેહનઈ ગુણ ઘણા હોસિઈ જિકો જ ચુકઈએ દોષની તેહણઈ અમારિ પ્રવર્તાવણહાર શ્રીમંડળિક પ્રભુ કઈ આશાતણા ઈઈ.”
વર્તમાન છાયા ઃ (૧) પ્રથમ શ્રેય આ જગતમાં જીવ જરૂર (“સહી) તર્પવા; બીજું (૨) લોક સમસ્ત છવ ન હણવા, લાવરમાર અને (૩) ચકલાંમાર બાજ માટે (‘રહિં ') પણ શિકાર ન કરવો. મોર (૪) ન મારવા. વાવર ખાંટ તુરક એ દહાડે કોઈ જીવ (૫) ન હશે. જે મારશે, તે વધને પામશે. કુંભાર (૬) એ પાંચ દિન નીમાડો ન કરે. જે કો એ દિવસે આ પ્રકારની આજ્ઞાનો (૭) ભંગ કરે તે મોતની શિક્ષા પામે. રા’ શ્રીમંડળિક પૃથ્વીનાથની (૮) આજ્ઞા સહુ કોણે (= સહુ કોએ) પાળવી. તેણે (૯) ગુણ ઘણુ થશે. જે કો જન ચૂકી જાય તેણે, (૧૦) અમારિ પ્રવર્તાવણહાર શ્રી મંડળિક ઇચ્છે છે કે પ્રભુને આશાતના કરવી. ૨. જુનાગઢ કૉલેજના સંસ્કૃતના પ્રોફેસર શ્રી નર્મદાશંકર પૂરોહિતે આ આખો લેખ વાંચેલો; તેના ગુજરાતી ભાગનું
સંશોધન-સંપાદન-ભાષાંતર દી. બા. પ્રો. કેશવલાલ ધ્રુવે કરેલું. તે “ શ્રી ફાર્બસ ગુજરાતી સભા વૈમાસિક ૧૯૫૨-૫૩ઃ (પ્રગટ તા. ૩૧-૬-૫૪)માં પ્રસિદ્ધ, પૃષ્ઠ ૩૭૬; સરકૃત લેખની માહિતી માટે જુઓ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ શ્રી મોહનલાલ દેસાઈ કૃત (૧૯૩૩), પૃ. ૪૯૫, પાદનોંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org