________________
૧ર
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જવાબમાં ડૉલ્ટને કહ્યું: “આ પ્રશ્ન જ તમે સૌથી પ્રથમ મને સૂઝવ્યો, બાકી તો મારું જીવન વિજ્ઞાનના અભ્યાસમાં ક્યાં ચાલ્યું ગયું તેની મને ખબર જ નથી.” ભીષ્મ પિતામહે પિતાના સુખરૂપી એક ભવ્ય આદર્શ અર્થે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું, અને પછી તો પિતાનું સુખ જ એમનું બ્રહ્મ બની ગયું અને પરિણામે આદર્શ બ્રહ્મચારી બની ગયા. માઈકલ એજેલોને કોઈએ વિવાહ કરવાની સૂચના કરી, ત્યારે તેણે જવાબ આપ્યો: ‘ચિત્રકળા મારી એવી સહચરી છે કે તે કોઈ સપત્ની સાંખી નથી શકતી.” આ બધાં દૃષ્ટાંતો, બ્રહ્મચર્યના પાલનમાં વિશાળ કપના-ભવ્ય આદર્શો કેવાં અને કેટલાં મદદરૂપ થાય છે તેની સાબિતી આપે છે.
આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજસાહેબે બ્રહ્મચર્યવ્રતની પૂજાની રચનામાં બ્રહ્મચર્યની મહત્તા, જરૂરિયાત અને શક્તિનું અદ્ભુત વર્ણન કર્યું છે, એટલું જ નહિ પણ બ્રહ્મચર્યના વિષય ઉપર જૈન આગમોના મૂળ સૂત્રોમાં જે જે કહેવામાં આવ્યું છે, તેનો મુખ્ય સાર પણ આ પૂજાઓમાં વણી લેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ શુદ્ધ, પવિત્ર, નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તેવી જ વ્યક્તિથી આવી મહાન પ્રજાની રચના થઈ શકે. આ પૂજાઓનાં પદે પદે અમૃત ઝરે છે, કડીએ કડીએ દિવ્ય પ્રકાશ મળે છે. અને શુદ્ધ બ્રહ્મચર્યમાં કેટલી શક્તિ રહેલી છે તેનું ભાન થતાં, હૃદય પ્રફલિત બને છે. પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્યવ્રતની શ્રેષ્ઠતા બતાવતાં પૂજામાં કહેવામાં આવ્યું છે કે :
અન્ય ત્રતો મેં જે વ્રત ખંડિત, હો સો ખંડિત સહિયે,
ઈક બ્રહ્મચર્ય કે, હુયે ખંડિત, પાંચો ખંડિત કહીએ. બ્રહ્મચર્યવ્રત સિવાય જે અન્ય વ્રત ખંડિત થાય તો માત્ર તે વ્રત ખંડિત થયું કહેવાય, પરંતુ બ્રહ્મચર્યવ્રતના ખંડિત થવાના કારણે તો પાંચે વ્રત ખંડિત થાય છે. આ દષ્ટિએ પાંચે વ્રતમાં બ્રહ્મચર્યવ્રતની મહત્તા સવિશેષ છે. આ હકીકત સમજાવતાં શ્રીમદ્ હરિભદ્રસૂરિજી “વૃદ્ધ વ્યાખ્યા” તરીકે કથન ટાંકતા કહે છે : “વેસ્થામાં મન જવાથી અમૈથુનત્રત ખંડિત થાય છે; વેશ્યાદિમાં ચિત્ત રાખી ભિક્ષા માટે જતો
જીવજંતુ કરાવાથી હિંસા થાય છે; બીજો પૂછે ત્યારે છુપાવવા જતાં અસત્ય બોલવું પડે છે; વેશ્યાની રજા વિના તેના મુખનું દર્શન કરવું એ ચોરી છે તથા તેનામાં મમતા કરવી એ પરિગ્રહ છે” એટલે બ્રહ્મચર્યવ્રતના ભંગ સાથે પાંચે વ્રતોનો પણ ભંગ થાય છે.
બ્રહ્મચર્ય સાધકે કેવા સ્થાનમાં રહેવું, કેવા કેવા નિમિત્તોથી દૂર રહેવું તેમજ તત્ત્વ દષ્ટિએ સ્ત્રીનું સ્વરૂપ સમજાવતાં પૂજામાં કહેવામાં આવ્યું છે કે:
સ્ત્રી પશુ પંડક સેવિત થાનક, સેવે નહીં અનગાર; સોલ ઉત્તરાધ્યયન સૂત્રમેં, બ્રહ્મ સમાધિ વિચાર, નારી કથા વિકથા કહી, જિનવર ત્રીજે અંગ; સપ્તમ અંગે સૂચના, દંડ અનર્થ પ્રસંગ. અજ્ઞાની પશુ-કેલી નિરખત, હોવે ચિત્ત વિકાર, લખમણ જિમ સોવી વસ મોહે, બહુત લી સંસાર. સંભૂત મુનિ ચિત્ત દીનો, ફરસે તપ નિષ્ફળ કીનો, ચક્રીપદ માંગ કે લીનો રે, - બ્રહ્મચારી ધીર વીર. - હાથ પાંવ છેદે હુએ રે, કાન નાક ભી જેહ,
બુઠ્ઠી સો વરસા તણી રે, બ્રહ્મચારી તજે તેહ રે. અપવિત્ર ભૂલ કોઠરી, કલહ કદાગ્રહ ઠામ, ચારાં સ્રોત વહે સદા, ચર્મદતિ જસરામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org