________________
સાધુસંસ્થાના કીર્તિકીશ
આચાર્યશ્રી ઉમંગસૂરિજી
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે આધુનિક યુગ એ એક પડતો કાળ છે; અને તે માટે કળિકાળ' જેવો ઘણાદર્શક શબ્દ વાપરવામાં આવે છે. હા મોટો આક્ષેપ મૂકવામાં આવે છે કે તેઓ ધર્મહીન, શ્રદ્ધાહીન અને નાસ્તિક બનતા જાય છે. જ્યારે બીજી બાજુ એક એવો વિશાળ વર્ગ છે જે માને છે કે તેઓએ અપૂર્વ પ્રગતિ સાધી છે, જગત પ્રતિ વૈજ્ઞાનિક રીતે જોવાની નૂતન દૃષ્ટિ કેળવી છે અને દુનિયાને નવાં સત્યોનું દિવ્ય દર્શન કરાવ્યું છે. આમાંથી કોણ સાચું તે નક્કી કરવું મુશ્કેલ છે; પણ એટલું તો અવશ્ય ધ્યાનમાં રાખવાની જરૂર છે કે બને વગોંમાં કોઈ સંપૂર્ણ સાચું કે સંપૂર્ણ ખોટું નથી. બન્નેની દષ્ટિમાં એક યા બીજા પ્રકારે અમુક સત્ય રહેલાં છે અને તેથી બન્નેના સુભગ સમન્વયમાં જ માનવનું હિત સમાયું છે.
આ વાત જગતમાં પ્રવર્તી રહેલા દરેક ધર્મ, દેશ અને સમાજને લાગુ પડે છે. જૈનધર્મનો પણ એ દૃષ્ટિએ વિચાર કરવો જોઈએ. પડતા જતા આ કાળમાં ધર્મને ટકાવી રાખનાર મહત્ત્વનાં ત્રણ બળો છેઃ જિનાગમ, જિનબિંબ અને સાધુસંસ્થા. હાલની વૈજ્ઞાનિક પ્રગતિ જોઈને અત્યંત અંજાઈ જવાની જરૂર નથી. ધર્મના ઘણાખરા મહત્ત્વના સિદ્ધાન્તોનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ વિચાર કરવામાં આવ્યો છે એ ભૂલવા જેવું નથી. ઉપર્યુક્ત ત્રણ બળોને ઉવેખ્યા વિના તેના પર ઊંડો વિચાર કરવાથી ઘણું જ્ઞાન મળી શકે એમ છે; અને તેમાં યે ખાસ કરીને સાધુસંસ્થાને સમજવાનો પ્રયત્ન વધુ આવશ્યક છે.
- સાધુસંસ્થા મોટે ભાગે સમાજને હમેશાં ઉપકારક નીવડી છે. તેણે સમાજનું ધોરણ જાળવી રાખ્યું છે, સમાજને સાચો પંથ ચીંધ્યો છે અને આમસમાજ પર એક પ્રબળ અસર પાડી છે. આપણી સાધુસંસ્થા જેટલી વિરત, ચારિત્રમય અને પુનિત હશે તેટલી તે વધુ સબળ અને અસરકારક નીવડશે. એટલે આપણે કહી શકીએ કે સાધુસંસ્થાની ઉન્નતિમાં સમાજની ઉન્નતિ સમાયેલી છે.
જૈન સાધુસંસ્થાનો ક્રમિક વિકાસ નિહાળતાં આપણું હદય પુલકિત બને છે. જૈન સાધુ-સંસ્થાએ આજ સુધી પોતાની જે પ્રતિષ્ઠા જાળવી રાખી છે તે જોતાં કહેવું જોઈએ કે તેની કીર્તિ કદી ઝાંખી નહિ પડે; તેની દીપ્તિ નિતનિત બઢતી જ રહેશે.
શ્રી મહાવીર ભગવાનથી માંડી ૭૪મી પાટ પર વિરાજમાન થયેલ આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી સુધીની ક્રમિક વિકાસ સાધતી સાધુ સંસ્થા નોંધપાત્ર છે. શ્રી મહાવીર ભગવાન પછી તેમના પટ્ટધર શ્રી સુધર્માસ્વામી ગણધર થયા, ત્યારપછી ૪૧મી પાટ ઉપર શ્રી વિજયસિંહસૂરિ મહારાજ થયા અને ૬૨મી પાટ ઉપર ૫૦ શ્રી સત્યવિજયજી ગણિમહારાજ થયા. તે પછીના ત્રણ સાધુ આચાર્યોની નોંધ પણ છે. ૭૨મી પાટ ઉપર બિરાજેલ શ્રી બુદ્ધિવિજયજી (બુરાયજી), ૭૩મી પાટ પર આવેલ શ્રી વિજયાનંદસૂરિજી (પૂ આત્મારામજી) અને છેલ્લા ૭૪મી પાટને શોભાવનાર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી.
આપણું સમકાલીન શ્રીવિજયવલ્લભસૂરિજીએ આધુનિક જૈન સમાજ પર એક પ્રબળ અસર કરી છે એ નિઃશંક છે. તેઓ સાચા અર્થમાં સાધુ હતા. પોતાની નિશ્ચિત સાધનાના અઠંગ ઉપાસક હતા. તેમની પાસે પોતાની આગવી દષ્ટિ અને શક્તિ હતાં. તેમના દઢ ચારિત્ર્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org