________________
ભાવલિંગનું પ્રાધાન્ય ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ.
આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજ તો દ્રવ્યલિંગી રે;
વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે.' આ કંકોત્કીર્ણ વીરવાણીની ઉઘોષણ કરનારા મહાગીતાર્થ વીતરાગ મુનીશ્વર મહર્ષિ આનંદઘનજીનું સુભાષિત વચનામૃત છે કે:
પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત.” પાતકનો –પાપનો ઘાત –નાશ કરે, પાપ-દોષને હણી નાખે એવા સાચા સાધુ પુરુષનો પરિચય થાય તો ચિત્ત અકુશલ ભાવના અપચયવાળું (ન્યૂનતાવાળું) બને અને પ્રવચનવાણીની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત હોય
તેની પાસેથી પ્રાપ્તિ થાય. ઐશ્વર્યવત હોય તે દારિદ્રય ફેડે. “કૂવામાં હોય તો પાતક-ઘાતક સાધનો હવાડામાં આવે. જેને પ્રવચનવાણી પ્રાપ્ત હોય અર્થાત્ આત્મપરિણામ પામી પરિચય
હોય, એવા “પ્રાપ્ત ” પરિણત ભાવિતાત્મા સાધુપુરુષ જ તેની પ્રાપ્તિમાં આત
ગણાય. સાધુ કોણ? અને કેવા હોય? તે વિચારવા યોગ્ય છે. સાધુનાં કપડાં પહેર્યા, દ્રવ્યલિંગ ધારણ કર્યું, એટલે સાધુ બની ગયા એમ નહિ, પણ આદર્શ સાધુગુણસંપન્ન હોય તે સાધુ, જેનો આત્મા સાધુત્વગુણે ભૂષિત હોય તે સાધુ, સમ્યગુ દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સમ્યકપણે સાધે તે સાધુ, જે આત્મજ્ઞાની ને ખરેખરા આત્મારામ વીતરાગ હોય તે સાધુ, એ વાત સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. અત્રે આવા ભાવસાધુ જ મુખ્યપણે વિવક્ષિત છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે,” તેમ જ “મુનિગણ આતમરામી રે’ યાદિ આનંદઘનજીનાં અન્ય વચનો પણ આ જ સૂચવે છે.
શાસ્ત્રોક્ત સાધુ ગુણ-ભાવથી રહિત એવા દ્રવ્યાચાર્ય-વ્યસાધુ વગેરે તો ખોટા રૂપિયા જેવા છે. તેને માનવા તે તો કડાને રૂડા માનવા જેવું છે અને તે રૂડું નથી, માટે ભાવાચાર્ય-ભાવસાધુ આદિનું જ
માન્યપણું શાસ્ત્રકારે સંમત કરેલું છે. આવશ્યકનિર્યુક્તિમાં ધાતુ અને ભાવસાધુનું જ માન્યપણું: છાપના દૃષ્ટાંતે શ્રીભદ્રબાહુ સ્વામીએ અને યોગદષ્ટિસમુચ્ચયમાં નિષ્કષાયતા જ
યોગબીજ પ્રસંગે શ્રીહરિભદ્રસૂરિએ એ જ વાત સ્પષ્ટ કરી છે. સાધુતાનો માપદંડ નમસ્કાર મંત્રમાં પણ પંચ પરમેષ્ટિ મળે જેને ગૌરવભર્યું
સ્થાન આપ્યું છે તે મુખ્યપણે યથોક્ત ગુણગણગુરુ ભાવાચાર્ય– સાધુને અનુલક્ષીને. મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ તો આ અંગે પંચાશક શાસ્ત્રમાં હરિગર્જના
૧. “સાવાહિafષ ઘેશુદ્ધ માથgિ.” – શ્રી યોગદક્ષિસમુચ્ચય
"किंविशिष्टेष ? आह भावयोगिषु' न द्रव्याचार्यादिष्वधर्मजलक्षणेषु, છૂટ હવફૂટપુરવ્યાસ્વાસ્ ” – શ્રી યોગદષ્ઠિસમુચ્ચયવૃત્તિ આ અંગે વિશેષ જિજ્ઞાસુએ આ લેખકે સવિરતર વિવેચન (‘સુમનોગંદની બૃહ ટીકા) કરેલ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનું અવલોકન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org