________________
યુગદા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
સં. ૧૯૮૨માં બિનૌલીની પ્રતિષ્ઠા, બોતમાં પ્રતિષ્ઠા, સં. ૧૯૮૫માં કરચલીઆમાં શ્રી સંભવનાથ પ્રભુની પ્રતિષ્ઠા, પૂનામાં શ્રી સિદ્ધાચળજીનો પાટ, આકોલા અને બીજોવામાં પ્રતિષ્ઠા, ડભોઈમાં શ્રી લોઢણુ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા, સં. ૧૯૯૩માં ખંભાતમાં પ્રભુજી અને ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા, સાઢેરામાં પ્રતિષ્ઠા, ખાન ડોગરામાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા, સં. ૧૯૯૮માં કસુરમાં શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા, સં. ૨૦૦૦માં બિકાનેરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ, તેમ જ શ્રીહેમચંદ્રાચાર્ય, શ્રીહીરવિજયસૂરિજી મહારાજ તથા ગુરુદેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા, સં. ૨૦૦૨માં ગુજરાનવાલામાં પ્રતિષ્ઠા, સં. ૨૦૦૮માં વડોદરામાં પ્રતિષ્ઠા, મુંબઈમાં પ્રતિષ્ઠા વગેરે જાણીતું છે. આચાર્યશ્રીના ઉપદેશથી અનેક સ્થળોએ શાંતિસ્નાત્રો થયા છે, અનેક સ્થળોએ ઉપધાનાદિ ક્રિયાઓ થઈ છે.
આ ક્રિયાઓ અંગેના સામાજિક રિવાજોમાં સંઘના નિર્ણય અનુસાર આચાર્યશ્રી ફેરફાર કરાવતા અને અમુક ફેરફારો માટે આચાર્યશ્રી આગ્રહી રહેતા. વજ્ય રૂઢિઓને ફગાવવામાં જરા પણ ઢીલ તેઓશ્રી કરતા નહિ. સામાન્ય માનવીના મિત્ર, ચિંતક અને શુભેચ્છક બની સંઘને પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપતા.
આચાર્યશ્રી ઈતિહાસ, ગણિત અને જ્યોતિષના સારા અભ્યાસી હતા. ઈતિહાસ વિષેનું પરંપરાગત જ્ઞાન તેમના વ્યાખ્યાનોમાં હરદમ જોવા મળતું. આખો જૈન ઇતિહાસ તેઓશ્રીને મોઢે હતો. તેઓશ્રીએ ઇતિહાસનાં અનેક પુસ્તકો વાંચેલાં અને આથી પ્રણાલિકાગત ઈતિહાસ ઉપર એઓશ્રીનું અપૂર્વ પ્રભુત્વ હતું. ગણિતશાસ્ત્રનું તેમનું જ્ઞાન પણ અદૂભુત હતું. ભલભલા લાબા ગુણાકાર તથા ભાગાકાર આ લખ્યા વગર મૌએ કરી આપતા. જ્યોતિષમાં પણ તેઓશ્રીને સારો રસ હતો. મુર્ત કાઢી આપવામાં તેઓ નિષ્ણાત હતા. એઓશ્રીનો યોગવિદ્યા પર સારો કાબૂ હતો. પ્રાણાયામ વગેરે આચાર્યશ્રી સારી રીતે કરતા, આચાર્યશ્રીએ ટાઢ-તડકો જોયા વિના પણ ધ્યાનને જીવનચર્યામાં સ્થાન આપ્યું હતું. ધ્યાનમાં મગ્ન થઈ નિજાનંદમાં મસ્ત બનતા. મધ્યમ વર્ગને બચાવવાની જરૂર
જનતા સાથેના સીધા સંપર્કને લીધે સામાન્ય જનતાનાં સુખદુ:ખો, ઈચ્છા-અનિચ્છાઓ, પૂર્વગ્રહો, પાપાતો, મર્યાદાઓ, વિચિત્રતાઓ, ગુણ-દુર્ગુણ તથા નબળાઈઓ વગેરેથી આચાર્યશ્રી વાકેફ હતા. જૈન સમાજની નાડી આચાર્યશ્રીના હાથમાં હતી. એઓશ્રી કહેતા કે મધ્યમ વર્ગની ઘણીખરી નબળાઈઓ અનુકરણમાંથી આવે છે. દેખાદેખીના ખપરમાં, સમાજની રૂઢિઓમાં એની બચત ખર્ચાઈ જતાં એ રહેંસાઈ રહ્યો છે અને અન્યનો દેવાદાર પણ બની રહ્યો છે. જે એ પોતાનાં કો પર જાગ્રત ન હોય તો એ સમાજમાં આડે માર્ગે જાય છે અને આખરે સમાજને બોજારૂપ થઈ પડે છે. કરોડરજજ સમાન ગણાતા મધ્યમ વર્ગની દિનપ્રતિદિન બગડતી પરિસ્થિતિનો આચાર્યશ્રીને ખ્યાલ હતો અને તેથી અવારનવાર વ્યાખ્યાનો દ્વારા ભારપૂર્વક તેઓશ્રી કહેતા કે મધ્યમ વર્ગ તૂટી જશે તો સમાજનો પાયો સ્થિર નહિ રહે. સમાજમાં અરાજકતા અને આંતરવિગ્રહની ભૂમિકા રચાશે. આવતી કાલના રાજકીય–આર્થિક-સાંસ્કૃતિક પરિબળોએ સવેલ પ્રત્યાઘાતો જે સમાજ ન જીરવી શકે તે ભારે ૫છડાટ ખાશે. જીવનના ત્રણ આદર્શ
શ્રમણ ભગવાન મહાવીરે જૈન સંઘનું પ્રરૂપેલું બંધારણ લોકશાહી છે એ આચાર્યશ્રી બરોબર સમજતા હતા. શ્રમણ ભગવાન મહાવીરે સત્ય અહિંસાનો આદર્શ રજૂ કરી સમાનતાની હિમાયત કરી હતી. કર્મવાદ અને સ્યાદવાદ રજુ કરીને જૈન દર્શને અનેકોને નવી દષ્ટિએ વિચાર કરતા કરી મૂક્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org