________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આ બધા મુદ્દાઓની છણાવટ પછી એવો નિર્ણય બાંધી શકાય કે પ્રસ્તુત સિક્કાઓ કે જે કોઈ એવા ‘ જયસિંહ ’નાં છે કે જેનું ચલણ ઉત્તર ગુજરાત (કારણ તેના ચાંદીના સિક્કા આ પ્રદેશમાં પીલવઈ ખાતે મળ્યા છે) તથા સૌરાષ્ટ્ર(તેના તાંબાના સિક્કા આ પ્રદેશમાં મળેલા)માં ચાલ્યું હોય તે ‘જયસિંહ' તે ‘જયસિંહ સિદ્ધરાજ' જ હોઈ શકે છે. સોલંકી રાજાઓ સિક્કા પડાવતા તે વાત તેમના સમકાલીન સાહિત્ય પરથી આપણે જાણીએ છીએ.
૧૧૦
ભારતીય સિક્કાઓના આકારપ્રકારના વિકાસનો અભ્યાસ કરતાં આપણુને જણાય છે કે ગુપ્ત રાજાઓએ જે સિક્કા ચલાવેલા તેમાં ગુપ્તકાળ પછી ધીમે ધીમે કેટલોક ફેરફાર થતો ગયો અને ડાહલના હૈહય રાજા ગાંગેયદેવ(૧૦૧૫-૧૦૪૦)ના સમયે સિક્કાઓના આકાર–પ્રકારે જે વિશેષતા ધારણ કરેલી તે પ્રમાણે આ સિક્કાઓની આગલી બાજુ લક્ષ્મીની આકૃતિ અને પાછલી બાજુ સીધી ત્રણ સમાનાન્તર લીટીઓનું લખાણ હોય જેમાં ઈલ્કાબો સાથે સિક્કા ચલાવનાર રાળનું નામ હોય. આ સિક્કાઓનો પ્રકાર ગાંગેયદેવની શૈલી તરીકે જાણીતો છે અને દક્ષિણ હિંદને બાદ કરતાં જ્યાં જ્યાં ગુર્જરપ્રતિહાર સામ્રાજ્યના પતન પછી જે અનેક રાજ્યો અસ્તિત્વમાં આવેલાં (દા૦ ત॰ ડાહલ, કનોજ, દિલ્હી, માળવા, વગેરેના હૈહય, તોમર, પરમાર ઇત્યાદિ વંશોનાં રાજ્યો જેમાં ગુજરાતનું સોલંકી રાજ્ય પણ એક હતું.) ત્યાં સઘળે આ ગાંગેયદેવની શૈલીના સિક્કા પ્રચલિત થયા હતા. આ સિક્કાઓ એમના પ્રચલનના પ્રદેશોમાં મુસ્લિમ રાજ્યના આરંભ સુધી ચાલુ રહ્યા હતા. ‘ જયસિંહ’ના પ્રસ્તુત સિકકા આ ગાંગેયદેવની શૈલીના જ છે તે તેમના પરના લખાણુની ત્રણ લીટીઓ વડે જણાય છે. ગાંગેયદેવની શૈલીના સિક્કાઓ પર સામાન્યપણે એક બાજુ ગુપ્ત રાજાઓના સિક્કાઓની પરંપરારૂપે લક્ષ્મીની આકૃતિ મૂકવામાં આવતી. પ્રસ્તુત સિકકાઓ પર લક્ષ્મીની આકૃતિને બદલે હાથી છે. આપણા દેશના પ્રાચીન સિક્કાઓ પર દેવની આકૃતિના બદલે તેના પ્રતિનિધિ તરીકે તેના વાહનની આકૃતિ મૂકવાનો રિવાજ હતો. ગુપ્તોના સિક્કાઓ પર તેમના ઇષ્ટદેવ વિષ્ણુને બદલે તેના વાહન ગરુડની આકૃતિ જ મળી આવે છે તે જાણીતી વાત છે. ગાંગેયદેવની શૈલીના સિક્કા કે જે ૧૧મીથી ૧૪મી સદી સુધી કાન્યકુબ્જ, બુંદેલખંડ, દિલ્હી તથા ગુજરાતના સોલંકીઓના સમકાલીન ખીજા કેટલાય રાજવંશોએ પોતપોતાના પ્રદેશોમાં ચલણમાં મૂકેલા હતા તેમના પર શિવને બદલે તેના પ્રતિનિધિ તરીકે પોઠિયાની આકૃતિ મળી આવે છે. તો એવા સંજોગોમાં ‘ જયસિંહ'ના પ્રસ્તુત સિક્કાઓ પર જે હાથીનું ચિહ્ન છે તે લક્ષ્મીનું પ્રતીક છે એમ માનવું ઉપયુક્ત જ છે. આ રીતે હાથીની આકૃતિ દક્ષિણના કેટલાક સિક્કાઓ પર પણ મળી આવી છે. મારા મિત્ર ડૉ॰ ઉમાકાંત શાહે મને એકવાર વાતચીતમાં જણાવેલું કે તેમને હાલમાં એક એવી જૂની સાહિત્યિક નોંધ મળી આવી છે જે સોલંકીઓના સિક્કાઓ પર લક્ષ્મીની આકૃતિ રહી હોવાનું જણાવે છે. ‘જયસિંહ'ના પ્રસ્તુત સિક્કાઓ કદમાં છેક જ નાના છે અને તેમના પર લક્ષ્મીની આકૃતિ સમાઈ શકે તેમ નથી એટલે આવા સિક્કાઓ પર લક્ષ્મીની જગાએ તેનું વાહન હાથી કે જે તેની સહેલી આકૃતિને લઈ ગમે તેટલા નાના સિક્કામાં સમાઈ શકે તે મૂકી હોય એમ માની શકાય.
ઉપર જણાવેલા બધા મુદ્દા આપણને આ નિર્ણય તરફ દોરી જાય છે કે પ્રસ્તુત સિક્કા ગુજરાતના સોલંકી રાજા જયસિંહ સિદ્ધરાજ(૧૦૯૪-૧૧૪૩)ના જ છે. સિદ્ધરાજ માત્ર ગુજરાત જ નહિ પણ આખા હિંદના ઇતિહાસમાં મોટો રાજા ગણાયો છે. તેણે મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેના પર આપણે ત્યાં ગુજરાતમાં ઇતિહાસ નવલકથાદિ સાહિત્ય ખૂબ લખાયું છે. પરંતુ ગુજરાત બહારના સાહિત્યમાં પણ તેના વિષે પુસ્તકો લેખાદિ લખાતાં રહે છે. હિંદી ભાષાના હાલ સૌથી મોટા અને પીઢ ગણાતા મહાકવિ શ્રી. મૈથિલીશરણ ગુપ્તે આપણા આ સિદ્ધરાજ વિષે હિંદી ભાષામાં ‘સિદ્ધરાજ ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org