________________
યુગદષ્ટા આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી છે. એ સૌને પોતાના ગ્રાસ બનાવી લે છે. એક દિવસ આપણે પણ એ જ રસ્તે જવાનું છે. માટે બધા વિખવાદો મિટાવી સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ આત્માના કલ્યાણના સાધનોમાં તત્પર રહેવું એ જ શ્રેયસ્કારી છે. મરવાથી ડરવું નહિ. મરવા ઇચ્છવું નહિ પણ એના માટે તૈયાર રહેવું.”
ફાલનામાં ભરાયેલા શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના અધિવેશનમાં આચાર્યશ્રીએ પ્રેરણાત્મક સંદેશો આપ્યો. ઐક્ય અંગેનો ઠરાવ પસાર થયો અને રાજસ્થાન જૈન સમિતિની સ્થાપના થઈ. કાલનાથી નાનાવિધ ગામોમાં વિહાર કરતા કરતા આચાર્યશ્રી ચત્ર શુદિ છઠ્ઠના દિવસે પાલણપુર પધાર્યા. પાલણપુરે સુંદર સામયું કર્યું. આચાર્યશ્રીએ મહાવીરજયંતી ઊજવી અને કેટલીક વડી દીક્ષા આપી. આ વખતનું ચાતુર્માસ આચાર્યશ્રીએ અહીં કર્યું. આસો વદિ નોમના દિનેૉ. હીરાલાલ પટેલે આચાર્યશ્રીની આંખનું ઑપરેશન કર્યું. કાતિક શુદિ બીજના દિને આચાર્યશ્રીની ૮૧મી જન્મજયંતી ઠામઠામ ઊજવાઈ. આ સમય દરમિયાન આચાર્યશ્રીની તબિયત અસ્વસ્થ રહી હતી. આનું કારણ આંખની વ્યાધિ હતું. આંખની આ વ્યાધિ અનેક ઉપાયો કર્યા છતાં કાયમ રહી. - પાલણપુરથી આચાર્યશ્રીએ વિહાર કરી પાટણમાં પ્રવેશ કર્યો. ખૂબ સુંદર સામૈયું થયું. અહીં આચાર્યશ્રીએ “આપણું કર્તવ્ય” એ વિષય ઉપર ચિંતનીય જાહેર પ્રવચન કરી જૈન-જૈનેતર ભાઈઓને લાભ આપ્યો. અહીંથી વિચરતા વિચરતા આચાર્યશ્રી શંખેશ્વર પધાર્યા. આચાર્યશ્રીને અહીં પૂ. આચાર્યશ્રી વિજયદર્શનસૂરિજી, પૂઆચાર્યશ્રી વિજયોદયસરિજી, પૂ. આચાર્યશ્રી નંદનસૂરિજી વગેરે મળ્યા. આચાર્યશ્રી તથા અન્ય મુનિપુંગવોએ અંદરોઅંદર વિચારવિનિમય કર્યો. આચાર્યશ્રીએ જાહેર પ્રવચનમાં કહ્યું: “શ્રી બુટેરાયજી મહારાજશ્રીના સુપ્રસિદ્ધ શિષ્ય શ્રીમદ્ મુક્તિવિજયજી મૂળચંદજી), ગણિવર શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિવિજયજી અને શ્રીમદ્ વિજ્યાનંદસૂરિજી ત્રણે પ્રતાપશાળી અને પંજાબી હતા. શ્રી બુટેરાયજી મહારાજ પણ પંજાબના હતા. આ ત્રણેય મહાપુોનો પરિવાર વર્તમાનમાં છે.” પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરિજીએ આચાર્યશ્રીના પંજાબના કાર્યની પ્રશંસા કરી.
અહીંથી વિહાર કરીને સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રા, બોટાદ વગેરે સ્થળોએ થઈ સોનગઢ પહોંચ્યા. ત્યાંથી ચૈત્ર શદિ દશમના રોજ પાલિતાણ પધારી ગુરુકુળમાં બે દિવસની સ્થિરતા કરી. તા. ૨૨-૮-૧૯૫૧ના રોજ આચાર્યશ્રીએ તીર્થ ઉપર પૂ. આત્મારામજી મહારાજની ધાતુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. મુનિશ્રી નંદનવિજયજીને આચાર્યશ્રીએ વડી દીક્ષા આપી.
વૈશાખ વદિ સાતમ-આઠમના રોજ જૂનાગઢ મુકામે ભરાયેલા શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના અઢારમા અધિવેશનમાં આચાર્યશ્રીએ મોકલેલા સંદેશામાં જણાવ્યું હતું કે: “ જૈન સમાજ અને ધર્મના રચનાત્મક કાર્યોમાં કાર્યકરો મગ્ન રહે અને નાની નાની વાતો ભૂલી જાય. શાસનોન્નતિના કાર્યો કરે, શિક્ષણ અને સાહિત્યનો પ્રચાર કરે. જે જે ક્ષેત્ર નબળું પડતું લાગે છે તે ક્ષેત્રનું પોષણ કરે અને પોતાની ફરજ બજાવે. સ્વામીવાત્સલ્ય કેવળ જમવામાં સમાઈ જતું નથી. સ્વધર્મી ભાઈઓને પગભર કરવા એ પણ સાચું સ્વામીવાત્સલ્ય છે. આ વાત પર બધાંએ ધ્યાન આપવું જોઈએ.”
પાલીતાણાથી વિહાર કરી આચાર્યશ્રીએ તળાજામાં પ્રવેશ કર્યો અને ત્યાં “અનેકાંતવાદ પર પ્રવચન કર્યું. પાલીતાણા પાછા ફરી આચાર્યશ્રીએ ત્રણ દિવસ સુધી પૂ૦ આત્મારામજી મહારાજની જયંતી ઊજવી. આ દિવસોમાં સૌરાષ્ટ્રના વડા પ્રધાન શ્રી ઉછરંગરાય ઢેબરે આચાર્યશ્રીની મુલાકાત લીધી. આચાર્યશ્રીએ “શિવમસ્તુ સર્વતઃ”નો શ્લોક સમજાવ્યો. શેઠ શ્રી કસ્તુરભાઈએ સરકારી કાયદાઓ વિશે બે દિવસ આચાર્યશ્રી સાથે વાતચીત કરી. સં. ૨૦૦૭માં પાલીતાણામાં મુનિ-પુંગવોનું સંમેલન મળ્યું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org